રાપર સહિત વાગડ વિસ્તારમાં ઉપયોગી ફિઝીયોથેરાપીસ્ટ સેન્ટર

રાપર સહિત વાગડ વિસ્તારમાં ઉપયોગી ફિઝીયોથેરાપીસ્ટ સેન્ટર



રાપર તાલુકો આરોગ્ય ક્ષેત્રે આજે પણ પછાત રહ્યો છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા અને ખડીર વિસ્તારમાં કોઈ દર્દીને વધુ ગંભીર પ્રકારની સારવાર માટે પાટણ રાજકોટ ગાંધીધામ લઈ જવા પડે છે ત્યારે કચ્છમાં આવેલા 2001 વિનાશક ભૂકંપ  દરમિયાન કચ્છ સહિત વાગડ વિસ્તારમાં પણ અનેક લોકો ઘાયલ થયા હતા ત્યારે રાપર થી પંદર કીલો મીટર દૂર આવેલા રવ ગામ ના એક અંધ વિકલાંગ યુવાન રામજી ભાઈ ગોઠી કે જે બન્ને આંખે અંધ છે પરંતુ ઈજાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં અગ્રિમતા હાંસલ કરી હતી તેવા આ યુવાન કે જેણે અમદાવાદ ખાતે ફિઝીયોથેરાપીસ્ટ ની વસ્ત્રાપુર ખાતે ડીપ્લોમા કરી ડોક્ટર ની ડીગ્રી હાંસલ કરી હતી 



તેવા આ યુવાન મા કાબેલિયત જોઇ રાપરમાં અધતન હોસ્પિટલ ધરાવતા સુશ્રુષા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાવલા હોસ્પિટલ ના મેનેજીંગ ટ્રસ્ટી વાડીલાલ સાવલા અને મેડિકલ ઓફિસર ડો. રમેશ ભાઈ દોશી એ હોસ્પિટલ ની પાછળ ના ભાગે દર્દીઓ ની સુશ્રુષા માટે એક ફિઝીયોથેરાપીસ્ટ સેન્ટર શરૂ કરવા મા આવ્યું જેમાં શરુઆત ની ફી પાંચ રુપિયા રાખી હતી અને ધીમે ધીમે મોંઘવારી વચ્ચે હાલ પચાસ રૂપિયા ફી રાખવામાં આવી છે એવા આ હાલ અયોધ્યાપુરી ખાતે ચાલી રહેલા ફિઝીયોથેરાપીસ્ટ સેન્ટર મા દરરોજના ત્રીસ જેટલા લોકો બાળકો વૃધ્ધો સારવાર અર્થે આવે છે જેમને ડો. રામજી ભાઈ ગોઠી અને મદદનીશ વિનોદભાઈ પરમાર કે જે પણ વિકલાંગ છે તેઓ દ્વારા હાથ પગ નો લકવો  કમર  સાંધા નો દુઃખાવો પોલીયો. હાડકાં ના ફેકચર નસ દબાવવા જ્ઞાનતંતુઓ ની તકલીફો સ્નાયુ સહિત ની સારવાર માટે ફિઝીયોથેરાપીસ્ટ કરવા મા આવે છે 



તેમને સારવાર સાથે કસરત પણ કરાવી રહ્યા છે દર મહિને 970 જેટલા લોકો ની સારવાર આપવામાં આવી રહી છે જેમાં નાના બાળકો થી લઈ મોટી ઉંમર ના લોકો આવી રહ્યા છે આ અંગે સાવલા હોસ્પિટલ ના મેનેજીંગ ટ્રસ્ટી વાડીલાલ સાવલા અને મેડિકલ ઓફિસર ડો રમેશ ભાઈ દોશી એ જણાવ્યું હતું કે રાપર તાલુકામાં  આ એક માત્ર ફિઝીયોથેરાપીસ્ટ સેન્ટર છે એટલે લોકો માટે ખુબ ઉપયોગી 2001  થી થઈ રહ્યું છે 



તો ફિઝીયોથેરાપીસ્ટ ડો. રામજી ભાઈ ગોઠી જણાવે છે કે રાપર ઉપરાંત ભુજ ગાંધીધામ મુંબઇ અમદાવાદ વલસાડ સુરત ભચાઉ ખડીર સહિત ના લોકો કે જેઓ વાગડ કચ્છ ના વતની હોય છે તેવા લોકો સારવાર માટે આવે છે અનેક ધાયલ કે ગંભીર બિમારી ધરાવતા લોકો હાલતા ચાલતા થઈ ગયા છે એેક દર્દી પાછળ એક કલાક સુધી ફિઝીયોથેરાપીસ્ટ કરવા ની થાય છે લગભગ જુદા જુદા પ્રકારના પચ્ચીસ જેટલા ફિઝીયોથેરાપીસ્ટ ને લગતા તમામ ઉપકરણો ધરાવતા આ ફિઝીયોથેરાપીસ્ટ મા અનેક લોકો આવી રહ્યા છે 



તો નાનપણ મા પોલીયો કે કુપોષણ ના લક્ષણો ધરાવતા બાળકો માટે ઉતમ ફિઝીયોથેરાપીસ્ટ છે એટલે વહેલી સવાર થી લોકો પોતાના બાળકોને લઇ આવી રહ્યા છે આ સેન્ટર મા એ ડબલ્યુ ડી આઇએફસી ટીએનએસ અલ્ટ્રા સાઉન્ડ ઇમરજન્સી તેમજ કસરત તથા ઇલેક્ટ્રોનિક થેરાપિસ્ટ ના સાધનો વીસ થી પચીસ સાધનો ઉપલબ્ધ છે તેમ ડો. રામજી ભાઈ ગોઠી એ જણાવ્યું હતું કહેવત છે કે દેખતો માણસ ગાફેલિયત બની જાય છે 



ત્યારે રાપર ના આ ફિઝીયોથેરાપીસ્ટ સેન્ટર મા માત્ર બે વ્યક્તિ કે જે અંધ વિકલાંગ છે તેઓ સારવાર માટે કે ફિઝીયોથેરાપીસ્ટ માટે આવતા લોકો ને પોતાના પરિવાર ના લોકો સમજી સારવાર કરાવી રહ્યા છે ત્યારે દુઃખાવો લઈ આવતા લોકો હોંશે હોંશે બરાબર થઈ રહ્યું છે નું ગાણું ગાઈ જતા જોવા મળે છે હાલ તો રાપર તાલુકાના લોકો માટે આ ફિઝીયોથેરાપીસ્ટ સેન્ટર એકદમ ઉપયોગી થઈ રહ્યું છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain