વિષયઃ અંજાર તાલુકાનાં વરસામેડી ગામે આવેલ વેલસ્પન કંપની દ્વારા WELAssURE PRIVATE LIMITED નાં નામે કંપનીનો જ કોન્ટ્રાકટ ચાલે છે , જેનાં કારણે સ્થાનિક વર્કર તથા અન્ય વર્કરોને મોટા પાયે નુકશાન થઈ રહયું છે અને તેમનું શોષણ થઈ રહેલ હોઈ તે બાબત ફરિયાદ

તારીખઃ ૨૩/૦૮/૨૦૨૧ 

પ્રતિ, 

મે . શ્રી લેબર કમિશ્નર સાહેબ , 

લેબર કમિશ્નરશ્રીની કચેરી, 

ગાંધીધામ ( કચ્છ ). 


વિષયઃ અંજાર તાલુકાનાં વરસામેડી ગામે આવેલ વેલસ્પન કંપની દ્વારા WELAssURE PRIVATE LIMITED નાં નામે કંપનીનો જ કોન્ટ્રાકટ ચાલે છે , જેનાં કારણે સ્થાનિક વર્કર તથા અન્ય વર્કરોને મોટા પાયે નુકશાન થઈ રહયું છે અને તેમનું શોષણ થઈ રહેલ હોઈ તે બાબત ફરિયાદ . 


મે . સાહેબશ્રી , 


જયભારત સાથે જણાવવાનું કે, અંજાર તાલુકાનાં વરસામેડી ગામે વેલસ્પન કંપની આવેલ છે , જે વેલસ્પન કંપનીમાં હજારો વર્કર નોકરી કરે છે અને પોતાની રોજીરોટી મેળવેલ છે . છેલ્લા થોડા વર્ષોમાં વેલસ્પન કંપની દ્વારા જ WELASSURE PRIVATE LIMITED નાં નામે પ્રાઈવેટ લીમીટેડ કંપની શરૂ કરવામાં આવેલ છે અને વેલસ્પન કંપની પોતે જાતે પોતાની કંપનીમાં લેબરનો કોન્ટ્રાકટ ચલાવવામાં આવી રહેલ છે , જેનાં કારણે સ્થાનિક વર્કરો તથા અન્ય વર્કરોને મોટા પાયે નુકશાન થઈ રહેલ છે અને વર્કરોનું ખૂબ જ શોષણ થઈ રહેલ છે


કંપનીનાં પોતાનાં કોન્ટ્રાકટનાં કારણે વર્કરોનો સરકારશ્રીનાં નિયમોનુસાર મીનીયમ વેઝીસ તથા અન્ય એલાઉન્સ આપવામાં આવતાં નથી તેમજ કંપની દ્વારા વર્કરોને ઓવર ટાઈમનું પેમેન્ટ પણ ચુકવવામાં આવતું નથી અને આ કોન્ટ્રાકટનાં કારણે કંપની નકકી કરે છે કે કોણે કંપનીમાં નોકરી આપવી અને કોને કોન્ટ્રાકટમાં લગાડવા. 


આ કંપનીનાં જ કોન્ટ્રાકટનાં કારણે વર્કરોનાં શોષણની સાથે સાથે મોટા પાયે નાણાંકીય ભષ્ટ્રાચાર આચરવામાં આવી રહેલ છે . તો અમારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે આ કોન્ટ્રાકટ કંપનીનો જ છે અને તેનાં ડાયરેકટરો કોણ છે તેની માહિતી મંગાવવામાં આવે તેમજ આ કંપની વેલસ્પન કંપનીમાં કઈ રીતે કામગીરી કરી રહેલ છે તેનાં વર્ક ઓર્ડર તથા તેને ચુકવવામાં આવતાં પેમેન્ટ સહિતની માહિતી માંગવામાં આવે તો ખૂબજ મોટા પાયે ભષ્ટ્રાચાર બહાર આવે તેમ છે. 


જો આ બાબતે સત્વરે કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો તથા વર્કરોને સાથે રાખીને વેલસ્પન કંપની સામે જિલ્લા કોંગ્રેસ આગેવાનો તેમજ અંજાર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા ઘેરાવો કરી આંદોલન કરવામાં આવશે . જેની સંપુર્ણ જવાબદારી લાગતા વળગતાં સત્તાધીશોની રહેશે . જેથી આ બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરીને વેલસ્પન સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને WELASSURE PRIVATE LIMITED નો કોન્ટ્રાકટ વેલસ્પન કંપનીમાં બંધ કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે . 


નકલ રવાના : ( ૧ ) કલેકટરશ્રી , જિલ્લા સેવા સદન , ભુજ ( કચ્છ ) .( ગજરાજસિંહ એસ . રાણા ) 


( ૨ ) નાયબ કલેકટરશ્રી , પ્રાંત કચેરી , અંજાર (કચ્છ ) . મંત્રી 


( ૩ ) તંત્રીશ્રી , તમામ અખબારો તરફ . યોગ્ય પ્રસિધ્ધી અર્થે . કચ્છ જિલ્લા કોંગ્રેસ 


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

મોબાઈલ નંબર 9725414362

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain