રાપર નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

રાપર નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો



રાપર રાજય સરકાર ના શાસન ને પાંચ વર્ષ પુરા થતાં આજે રાપર નગરપાલિકાની કચેરી ખાતે સેવા સેતુ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા આઇસીડીએસ મામલતદાર સમાજ કલ્યાણ જીલ્લા ઉધોગ કેન્દ્ર રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી રાપર તલાટી પોલીસ બેંકો પીજીવીસીએલ આધાર કાર્ડ એસ.ટી સહિત ના વિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજે લોકો ને જે તે વિભાગ ના લગતા તમામ પ્રશ્નો નું સ્થળ પર નિરાકરણ લાવવા મા આવશે રાપર શહેરના નગરપાલિકા ખાતે સેવા સેતુ ના કાર્યક્રમ મા લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 



આજે યોજાયેલા આ કાર્યક્રમમાં રાપર ના પ્રોફેશનલ પ્રાંત અધિકારી જય કુમાર રાવલ મામલતદાર એચ જી પ્રજાપતિ  ચીફ ઓફિસર મૌલિક વૈશ નગરપાલિકા પ્રમુખ અમરત બેન વાવીયા ઉપ પ્રમુખ મહેશ્વરી બા સોઢા કારોબારી ચેરમેન કાનીબેન પીરાણા શાસક પક્ષ નેતા હેતલ બેન માલી શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજીભાઈ કારોત્રા રાપર શહેર યુવા ભાજપ પ્રમુખ શૈલેષ ચંદે ભિખુભા સોઢા યાજ પ્રમુખ હઠુભા સોઢા નિલેશ માલી રામજી પીરાણા ભાવિન મિરાણી મહેશ સુથાર બળવંત પરમાર ધર્મેન્દ્ર સિંહ જાડેજા દિનેશ સોલંકી કિશોર ઠક્કર રાજુ દવે વિગેરે ઉપસ્થિત રહ્યા હતા



આ અંગે ચીફ ઓફિસર મૌલિક વૈશ એ જણાવ્યું હતું કે નગરપાલિકા ખાતે યોજાયેલા સેવા સેતુ મા સરકાર ને લગતા તમામ વિભાગોના દાખલા આધાર કાર્ડ પીજીવીસીએલ ને લગતા પ્રશ્નો રાડા ના મહેસુલ એસ.ટી પોલીસ સહિત ના પ્રશ્ર્નો નું નિરાકરણ લાવવા મા આવ્યું હતું અને જે તે દાખલા સ્થળ પર લોકો ને આપવા મા આવ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain