ધોરાવીરા ખાતે બીએસએફ ના જવાનો સાથે રક્ષા બંધન પર્વ ની ઉજવણી કરતાં જીલ્લા પંચાયત પ્રમુખ

ધોરાવીરા ખાતે બીએસએફ ના જવાનો સાથે રક્ષા બંધન પર્વ ની ઉજવણી કરતાં જીલ્લા પંચાયત પ્રમુખ


રાપર આજે ભાઈ બહેન ના પવિત્ર સબંધો નો તહેવાર એટલે રક્ષા બંધન નો તહેવાર આ દિવસે ભાઈ ને બહેન રાખડી બાંધી ને તેના સ્વાસ્થ્ય માટે રાખડી બાંધે છે અને ભાઈ બહેન ના રક્ષણ માટે બહેન ને ભેટ સ્વરૂપે યથાશક્તિ ભેટ સોગાદ આપે છે ત્યારે આજે આ પવિત્ર અને પાવન સબંધો ના તહેવાર ના દિવસે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા એ સરહદી ખડીર વિસ્તાર ના ધોરાવીરા ખાતે આવેલા બીએસએફ કેમ્પ પર જવાનો ને રાખડી બાંધી ને ઉજવણી કરી હતી 


ત્યારે બીએસએફ ના કંપની કમાન્ડર અનુજ કુમાર જીલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી કચ્છ જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ વણવીરભાઈ રાજપૂત રમેશભાઇ કારા પુરજીભાઇ હરજીવન ગોયલા હરીશભાઈ સાધુ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમામ જવાનો ને જીલ્લા પંચાયત પ્રમુખ અને સાથે આવેલ મહિલાઓ એ રાખડી બાંધી હતી અને રક્ષા બંધન ની શુભેચ્છા પાઠવી હતી.
0/Post a Comment/Comments

Stay Conneted

Domain