" પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા "

 "  પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો દ્વારા  કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા  "


(સરકારના મહોત્સવો વચ્ચે શિક્ષકોના ધરણા)

 


   

છેલ્લા કેટલાક સમયથી છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્નો બાબતે અગાઉ સરકાર સાથે સમાધાન થયેલ  અને તે જાહેરાતની અમલવારી ન થતા છોટાઉદેપુર ખાતે આવેલ એસ. એફ. હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણાં માટે સ્લોગન બેનરો સાથે બેઠા હતા અને કેટલાક સમયથી પડતર પ્રશ્નો અંગે બીજા તબક્કાનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. 


જાણવા મળતી માહિતી મુજબ અગાઉ થોડા દિવસો પહેલા પ્રથમ તબક્કાના ભાગરૂપે શિક્ષકો દ્વારા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા શિક્ષણ અધિકારી, સંસદસભ્ય, ધારાસભ્યને પ્રથમ તબક્કાનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જે આવેદનપત્રમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.જેથી શિક્ષકો દ્વારા હવે બીજા તબક્કાનું આંદોલન શરૂ કરી દેવાયું છે. 

             

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક  કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે 

(૧). પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવી.

(૨).તા 19/1/21 ના ગુજરાત સરકાર શિક્ષક વિભાગના ઠરાવ પ્રમાણે સચિવાલય ગાંધીનગરના બિન શરતી ફાજલના કાયમી રક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતાઓ અને વાંધા જનક મુદ્દાઓ દૂર કરવા. 

(૩). સી પી એફ અને વર્ધિત પેંશન યોજના નાબૂદ કરી જી પી એફ અને જૂની પેંશન યોજનાઓ અમલ કરવા બાબતે માંગ કરી છે.

(૪) .સાતમા પગરપંચનું એરિયર્સ 5 હપ્તામાં ચૂકવવા સંદર્ભ 2થી જાહેરાત કરેલ આમ છતાં અમોને છેલ્લા 3 વર્ષના હપ્તા રોકડમાં ચૂકવાયેલા નથી. જે તાત્કાલિક ચૂકવવા.


જેવી માંગણીઓને કારણે શિક્ષકો ધરણાં ઉપર બેઠા હોવાનું જણાવ્યું હતું. ઉપસ્થિત શિક્ષક અગ્રણીઓએ જણાવ્યું હતું કે


જો અમારા પ્રશ્નોનો સવેળા ઉકેલ નહિ આવેતો અમો ત્રીજા તબક્કામાં ગાંધીનગર ખાતે  સત્યાગ્રહ છાવણી મુકામે સ્લોગન અને બેનર સાથે એક દિવસના પ્રતીક ઉપવાસ કરીશુ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. છેલ્લા ઘણા સમયથી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે નિરાકરણ નહિ આવતા શિક્ષકોમાં પ્રવર્તમાન સરકાર પ્રત્યે ભયંકર રોષ જોવા મળી રહ્યો છે. આ ધરણાના કાર્યક્રમમાં છોટાઉદેપુર ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ મુકેશભાઈ પટેલ, મહામંત્રી ડી .એમ .ચૌધરી, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભુપેન્દ્ર દેવ, મહામંત્રી મિતેષ પંચાલ, સહિતના શિક્ષક અગ્રણીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain