વડનગર તાના રીરી ગાર્ડનની બાજુમાં બાવળની ઝાડીમાંથી મળી લાશ હત્યા ની શંકા કુશંકા

વડનગર તાના રીરી ગાર્ડનની બાજુમાં બાવળની ઝાડીમાંથી મળી લાશ હત્યા ની શંકા કુશંકાવડનગર તાલુકાના શાહપુર ગામ નો ઠાકોર વિપુલ બહુચરાજીના વિઠ્ઠલપુરા ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો  રવિવારે નોકરી જવા માટે પોતાના ઘરેથી નીકળેલા તેનો  ફોન ન લાગતા પરિવારજનોએ તેની શોધખોળ કરવાનું શરૂ કર્યું હતું   ત્યારબાદ સોમવારે વડનગર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ અરજી આપેલી પરિવારજનોને વધુ વિગતો ન મળતા મંગળવારે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ એક અઠવાડિયા સુધી પરિવારના સભ્યોએ શોધખોળ ચાલુ હતી તે દરમિયાન તાનારીરી ગાર્ડન બાજુમાં બાવળોની  ઝાળી માંથી એક લાશ દેખાતા પરિવારજનોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા અને પરિવારજનોએ ખરાઈ કરતા આ લાશ  વિપુલની છે ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી  પોલીસ ઘટના સ્થળે પહોંચી વિગતો પ્રાપ્ત કરી પંચનામું કર્યું હતું 

 


લાશને પી.એમ અથૅ  વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મૃતકના પિતા ઠાકોર રમેશજી પોલીસ ઉપર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે અમે છેલ્લા છ દિવસથી ફરિયાદ કરી હોવા છતાં પણ પોલીસે કોઈ જ પગલા લીધા ન હતા અને મારા પુત્રનું મર્ડર કરવામાં આવ્યુ હોય તેવા આક્ષેપો કરી પેનલ તબીબોએ પી એમ કરવાની માંગ કરી હતી


તાનારીરી ગાર્ડન ખાતે  લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પરિવારજનો દ્વારા વડનગર પોલીસ ઉપર આક્ષેપો કરેલ જોકે વડનગર સીવીલ માં આ લાશ નું પી એમ થાય તેમ નહોઈ બરફમાં લાશ રાખેલ છે આવતીકાલે સવારે અમદાવાદ સીવીલખાતે લાશ નું પીએમ માટે મોકલાશે તેમ પી એસ આઇ ડી એન વાંઝાએ જણાવ્યું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain