રાપર ઇન્ડીયન રેડ કોર્સ સોસાયટી દ્વારા કોરોના વોરીયસૅ ના સન્માન કરવામાં આવ્યું

રાપર ઇન્ડીયન રેડ કોર્સ સોસાયટી દ્વારા કોરોના વોરીયસૅ ના સન્માન કરવામાં આવ્યું



રાપર છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વમાં કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની મહામારી એ હાહાકાર મચાવી દીધો છે ત્યારે લોકો ની આરોગ્ય સેવા અને કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની મહામારી થી બચવા માટે લોકો ની સુરક્ષા અને સલામતી ના પગલાં લેતા કોરોના વોરીયસૅ ના સન્માન નો કાર્યક્રમ રાપર ઇન્ડીયન રેડ કોર્સ સોસાયટી રાપર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રેડ કોર્સ સોસાયટી ના ચેરમેન ડો. ભાવેશ આચાર્ય માજી ધારાસભ્ય પંકજ મહેતા માજી જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા ડો. શ્યામ સુંદર ડો. વિરેન્દ્ર ઝોટા અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમ કુમાર કનનર ડો. માધવ મઠ ડો. રમેશભાઈ ઓઝા ડો રમેશ દોશી નગરપાલિકા ના પ્રમુખ અમરતબેન વાવીયા હઠુભા સોઢા ભીખુભા સોઢા જયા બેન દાવડા માદેવભાઈ વાવીયા આંકડા અધિકારી ડી જે ચાવડા કેશુભા વાધેલા તેમજ સ્વામિનારાયણ મંદિર ના સંતો બાલકૃષ્ણ દાસજી સ્વામી કે. પી. સ્વામી વિજ્ઞાાન સ્વરૂપ દાસજી સ્વામી ડો. અક્ષર મુનિ સ્વામી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડીયન રેડ કોર્સ સોસાયટી ના આજ ના આ કાર્યક્રમમાં દાતા જ્યા બેન દાવડા પરિવાર ના વિનોદ ભાઈ દાવડા માદેવભાઈ ગણેશ ભાઈ વાવીયા ના સહયોગ થી સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

    


કાર્યક્રમ ની શરુઆત ઉપસ્થિત આગેવાનો અને સંતો દ્વારા દિપ પ્રાગટય દ્વારા શરુઆત કરવા મા આવી હતી સમગ્ર કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને માજી ધારાસભ્ય પંકજ મહેતા રહ્યા હતા રાપર તાલુકામાં કોરોના ની મહામારી દરમિયાન ફરજ બજાવનાર આરોગ્ય વિભાગ ના રાપર તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તબિબો અને નર્સિંગ સ્ટાફ તેમજ વિશેષ સેવા કરનાર અર્બન હેલ્થ સેન્ટર ના ડો પૌલ સુપરવાઇઝર કંચન સુવારીયા તાલુકા પંચાયત કચેરી ના આંકડા અધિકારી ડી જે ચાવડા મામલતદાર કચેરી ના મામલતદાર એચ જી પ્રજાપતિ નાયબ મામલતદાર મહેશ ઠક્કર પોલીસ સ્ટેશનના પીઆઇ પી. એન. ઝીઝુવાડીયા પીએસઆઇ જી જી જાડેજા આડેસર પીએસઆઇ વાય કે ગોહિલ તાલુકા હેલ્થ ઓફિસર ડો રોય નગરપાલિકા ના ચીફ ઓફિસર મૌલિક વૈશ તેમજ નગરપાલિકા ના તમામ સ્ટાફ નું મોમેન્ટો અને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.




ઉપરાંત રાપર ઉતર રેન્જ ના વનપાલ પ્રભુ ભાઈ કોલી ને ધોરાવીરા ના વન વિસ્તારમાં થી ૧૮.૯૦ કરોડ વર્ષ જૂના ફોર્સિલ સોધવા માટે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તો કોરોના દરમિયાન રાપર તાલુકાના પત્રકારો અનુક્રમે ઉદય અંતાણી સુરેશ ઠક્કર દિપુભા જાડેજા ધનશ્યામ બારોટ મુકેશ રાજગોર નિમીશ મોરબીયા ખેંગાર પરમાર વિગેરે નું સન્માન કરવામાં આવ્યું હતું કોરોના દરમિયાન પત્રકારો ની વિશેષ જાગૃતતા ના લીધે લોકો મા જાગૃતિ લાવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.



તો રાપર તાલુકાના પ્રાથમિક આરોગ્ય અનુક્રમે ભીમાસર આડેસર ફતેહગઢ બેલા ચિત્રોડ બાલાસર સુવઈ ગાગોદર રાપર સીએચસી પલાંસવા સીએચસી સહિત ના તમામ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા નર્સિંગ બહેનો અને ભાઈઓ નું મોમેન્ટો અને સન્માન પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રાપર તાલુકાના ઐતિહાસિક ઘટના સૌ પ્રથમ વખત છે કે કોઇ સરકારી તંત્ર અને સાચી સેવા કરતા આરોગ્ય વિભાગ પોલીસ તાલુકા પંચાયત મામલતદાર કચેરી તેમજ રાપર શહેર અને તાલુકાના તમામ ડોક્ટરો નું સન્માન કરવામાં આવ્યું હતું.



સન્માન અંગે અને આગામી દિવસોમાં નિવૃત્ત થતાં સુપરવાઇઝર કંચન સુવારીયા નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું રાપર શહેરમાં વેકશીન આપવા માટે જીલ્લા અધિક મુખ્ય આરોગ્ય અધિકારી ડો પ્રેમ કુમાર કનનર ડો. પૌલ ડો. નિલમ આહિર ડો. મોહિની હરપતિ કંચન બેન સુવારીયા વેણુ બેન વડવાઈ તેજલ ઉપાધ્યાય ક્રિષ્ના બેન કટારીયા રીંકુબેન પટેલ સરસ્વતી બેન વસીયા સહિત નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કોરોના વોરીયસૅ ની સેવા અંગે ડો. ભાવેશ આચાર્ય કે. પી સ્વામી ડો. ઝોટા માજી ધારાસભ્ય પંકજ મહેતા રાપર ઇન્ડીયન રેડ કોર્સ સોસાયટી ના ચેરમેન બળવંત ઠક્કર વિગેરે એ પ્રાસંગિક પ્રવચન મા જણાવ્યું હતું. 


કે ડોક્ટર અને આરોગ્ય સ્ટાફ ભગવાન નું સ્વરૂપ છે અને તેમનું આજે સન્માન કર્યું તે ખરેખર કાબેલિયત સાબિત કરે છે અને વહિવટી તંત્ર દ્વારા રાપર તાલુકા મા કોરોના અંતર્ગત કામગીરી સબબ લોકો ને બચાવવા માટે પગલાં લીધા તે માટે ધન્યવાદ આપવા નું અને આ તમામ કોરોના વોરીયસૅ નું સન્માન કર્યું તે રાપર તાલુકા મા સૌ પ્રથમ વખત આ પ્રકાર નું આયોજન કરવામાં આવ્યું છે તો સેવા ભાવિ સંસ્થા જલારામ ગૃપ રાપર જીવદયા મંડળ તેમજ અનેક સંગઠનો નું સન્માન કરવામાં આવ્યું હતું 


આજે યોજાયેલ સન્માન કાર્યક્રમ મા રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા રામજી ભાઈ પિરાણા ડો. માધવ મઠ ડો. મુકુંદ ભાઈ ઠક્કર ડો. રમેશ ભાઈ ઓઝા ડો દેવેન્દ્ર ગૌસ્વામી ડો. કનુજી પરમાર કાંતિભાઈ માલી ડોલરભાઈ ગોર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા જસવંતી બેન મહેતા પ્રદિપસિંહ સોઢા ધર્મેન્દ્ર સિયારીયા શૈલેષ ચંદે ભાવિક ઠક્કર ભાવેશ ઠક્કર નિલેશ માલી ધર્મેન્દ્ર કચ્છી પ્રકાશ ચૌહાણ મહેશ સુથાર પ્રવિણભાઈ મહેશ ભાઈ સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડીયન રેડ કોર્સ સોસાયટી ના ચેરમેન બળવંત ભાઈ ઠક્કર વાઇસ ચેરમેન રામજી ભાઈ ચાવડા સેક્રેટરી ઉમેશ સોની ટ્રેઝરર ધર્મેન્દ્ર કચ્છી સહિત ની ટીમ દ્વારા કોરોના વોરીયસૅ ના સન્માન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ ના ગીત નું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન હિરજી મેકસ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ રામજી ભાઈ ચાવડા એ કરી હતી આમ આજે રાપર તાલુકા મા સૌ પ્રથમ વખત કોરોના વોરીયસૅ અને વહિવટી તંત્ર નું સન્માન કરવામાં આવ્યું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain