રાપર ભાજપ દ્વારા સરહદ ના સ્ંત્રીઓ ની રક્ષા માટે રાખડી બાંધીને શુભેચ્છા પાઠવી

રાપર ભાજપ દ્વારા સરહદ ના સ્ંત્રીઓ ની રક્ષા માટે રાખડી બાંધીને શુભેચ્છા પાઠવીરાપર ભાઈ બહેન ના પવિત્ર તહેવાર એટલે રક્ષા બંધન નો તહેવાર ત્યારે રાત દિવસ સતત સરહદ પર ચોકી કરતા સરહદ ના સ્ંત્રીઓ એટલે કે વીર જવાનો ત્યારે રાપર તાલુકાના સરહદી વિસ્તાર મા આવેલ બીએસએફ ની સીમા ચોકી પર ફરજ બજાવતા બીએસએફ ના જવાનો ને આજે રાપર શહેર તથા તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા રાખડી બાંધી ને જવાનો ને શુભેચ્છા પાઠવી હતી રાપર તાલુકા ના બેલા મૌઆણા શિરાંનીવાંઢ તેમજ ધોરાવીરા ખાતે આવેલા બીએસએફ ના કેમ્પ ખાતે આજે રક્ષા બંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ધોરાવીરા  કરણી તેમજ અન્ય ચોકી ખાતે આવેલ બીએસએફ ની બટાલિયન નંબર  Ex 56ZBn Bsf ખાતે રાપર મહિલા મોરચાની બહેનો અને હોદ્દેદારો એ રક્ષા બંધન નિમિત્તે ઉજવણી કરી હતી જેમાં બીએફએફ ના કંપની કમાન્ડર અનુજ કુમાર જીલ્લા પંચાયત ના મહિલા અને બાળ વિકાસ યોજના ના ચેરમેન કકુબેન ભગાભાઇ આહીર રાપર નગરપાલિકા ના પ્રમુખ અમૃતબેન  વાલજી વાવીયા, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા,રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, વેલજી સિધવ, માજી પ્રમુખ નગરપાલિકા જશવંતિબેન મહેતા. લતાબેન રાજગોર, હિનાબેન રાજગોર,લાલજીભાઈ કારોત્રા, લખધીર રબારી,અજાભાઈ સુથાર,ભરત મારાજ,જગુભા જાડેજા, રમેશભાઈ સાધુ, ભગાભાઈ આહિર,ભરત સોલંકી, નીલેશભાઈ માલી, ગોપારાભાઈ ગાંધી, મહાદેવ બારી, ભાણાભાઈ બારી, ભવાનભાઈ વાઘાણી,જીગર રાજપૂત,ભરત સોલંકી, રાજુભાઈ પીરાણા, રણછોડભાઈ સુથાર, દિપક વાવીયા,અવિનાશ પ્રજાપતિ, અમિતભા ગઢવી, મહેન્દ્ર સુથાર,નીલીબેન આહીર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સરહદ પર ફરજ બજાવતા બીએસએફ ના જવાનો ને તિલક કરી મોઢું મીઠું કરાવી ને બહેનો એ રાખડી બાંધી હતી આમ આજે સરહદ ના સ્ંત્રીઓ ને રાખડી બાંધવા સમયે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા આમ ભાઈ બહેન ના પવિત્ર તહેવાર ની આજે ઉજવણી કરવામાં આવી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain