ખેરાલુ વહેપારી મંડળની ટીમે પાલિકા અને પોલીસ ને આપ્યા આવેદન પત્ર

ખેરાલુ વહેપારી મંડળની ટીમે પાલિકા અને પોલીસ ને આપ્યા આવેદન પત્રખેરાલુ શહેર વહેપારી મંડળના પ્રમુખ મુકેશ દેસાઈ અને પુવૅ પ્રમુખ મનીષ શાહ સહિત હષૅદભાઇ શાહ નવીનભાઈ મોદી નાથુભાઈ સોની નારી ભાઈ સીનધી સહિત જીતુભાઈ સીનધી અરવિંદભાઈ પ્રજાપતિ પ્રકાશ ભાઇ સીનધી અને સાજીદમીયા શેખ  કાન્તીભાઇ સોની સહિતના વહેપારીઓ એ પ્રથમ નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ સહિત ચીફ ઓફિસર ઉમા  રામીણા ને ખેરાલુ નગરમાં ચોરીના બનાવોમાં ઝડપથી આરોપિ પકડાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી માંગ કરી હતી અને ઝડપથી વન ગુનેગારો પર કાબૂ મેળવી શકાય તે માટે વિનંતી સહ આવેદન પત્ર આપ્યું હતું.જ્યારે બે દિવસ પહેલા છીપાવાડ બજાર માં આવેલ વસંત અંબાલાલ આંગડિયા પેઢીના કર્મચારી અમૃતભાઈ એન પટેલ ની પાસે થી ધોડે દહાડે 734340/00રૂ રોકડ ભરેલો થેલો ઝુંટવી લુંટી ગયા જે અંગેના સી સી ટીવી કુટેઝ આપવા છતાં પણ આજદિન સુધી પોલીસ એકોઈ આરોપી પકડ્યા નહીં કે મુદામાલ કબજે કર્યો નથી તો ઝડપથી ગુનાખોરી ડામવા માટે  ની માંગ કરતું આવેદનપત્ર પી આઈ સી બી ગામીત ને આપ્યું હતું પી.આઇ ગામીતે સમગ્ર મહેસાણા જિલ્લાની પોલીસ આ બાબતે તપાસસીલ હોવાની ખાતરી આપી હતીપોલિસ મથકે આવેલા વહેપારીઓ સાથે નવા આવેલા પી એસઓ ને આવેદનપત્ર સ્વિકારવા બાબતે ચડભડ થવા પામી હતી જોકે પીઆઇ સી બી ગામીત એ બાજી સંભાળી લીધી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain