માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના દીર્ઘાયુષ્ય માટે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા
ગુજરાત રાજ્યના સંવેદનશીલ તથા નિર્ણાયક મુખ્યમંત્રી માન. શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના જન્મદિન નિમિત્તે તેમના દુર્ગાયુષ્ય તથા સમગ્ર ગુજરાતના કલ્યાણ માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , સતલાસણા તાલુકા દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન અંગાશી માતાનું મંદિર, સતલાસણા ખાતે કરવામાં આવેલું.
આ કાર્યક્રમમાં ૨૦-ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર , જિલ્લા ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ મહેતા , તાલુકા સંગઠન પ્રમુખ શ્રી વિનુસિંહ ચૌહાણ , કારોબારી ચેરમેન શ્રી નરેશજી ઠાકોર , તાલુકા સંયોજક શ્રી ચંદ્રપાલ રમેશભાઈ વાળંદ , સહસંયોજક શ્રી કુલદીપસિંહ ચૌહાણ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન ઝોન સંયોજક શ્રી હરીશભાઈ મચ્છર તથા જિલ્લા સંયોજક શ્રી વિશાલભાઈ ગજ્જરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment