દેવભૂમિ દ્વારકા NSUI દ્વારા ખાનગી શાળા- કોલેજોની ૫૦% ફી માફી ની માંગ સાથે કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું

દેવભૂમિ દ્વારકા NSUI દ્વારા ખાનગી શાળા- કોલેજોની ૫૦% ફી માફી ની માંગ સાથે કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું COVID-19 કોરોના વાયરસસંક્રમણ અટકાવવા અને ખાસ કરીને બાળકોમાં ચેપ ના લાગે તે માટે રાજ્યમાં આવેલ તમામ શાળા-કોલેજો લોકડાઉન પહેલાથી બંધ કરવાના આદેશ આપેલ છે. શાળા-કોલેજો બંધ કરવામાં આવી ત્યારથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ઇલેક્ટ્રિસિટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઈ વગેરે જેવા દૈનિક ખર્ચાઓ થતાં નથી. બીજી બાજુ લોકડાઉનના કારણે મધ્યમ અને નાના વર્ગના નોકરી ધંધા-ધંધા-રોજગાર કરતા પરિવારો આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે.આવા પરિવારોને રાહત આપવા ખાનગી શાળા સંચાલકો વાલીઓ પાસેથી ફી ના ઉઘરાવે તે માટે વાલી મંડળના પ્રતિનિધિઓ કે વાલીઓના અભિપ્રાય લીધા સિવાય રાજ્ય સરકારે ખાનગી શાળા-કોલેજના સંચાલકો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં સંચાલકોની અનુકૂળતા મુજબ આગામી શૈક્ષણિક વર્ષની ફી ન વધારવાનું સ્વીકારીને ખાનગી શાળા સંચાલકોને અનુકૂળતા કરી આપવામાં આવી છે. સરકારે રચેલ ફી નિયમન સમિતિમાં મળતીયાઓને મૂકીને ખાનગી શાળાઓને લાખો રૂપિયાની ફી ઉઘરાવવાના પરવાના અગાઉથી જ આપેલ છે 


એટલે એક વર્ષ આવી શાળાઓ ફીમાં વધારો ન કરે તો તેને કોઈ ફેર પડવાનો નથી. એકબાજુ ખાનગી શાળા સંચાલકો દ્વારા સરકારને કોરોનામાં મદદરૂપ થવા દાન કરવામાં આવે છે અને બીજી બાજુ કોરોના મહામારીની વચ્ચે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને જીવન નિર્વાહના ફાફાં છે તેવા સમયે અમુક મોટી શાળાઓ દ્વારા હાલ એડવાન્સ ફી જમા કરાવવાના સંદેશાઓ પાઠવવામા આવી રહ્યા છે.

                                                                   

આ બધી જ પરિસ્થિતિઓને જોતાં આગામી સમયમાં પણ NSUIના જિલ્લાપ્રમુખો અને હોદ્દેદારો દ્વારા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ અનેક વખત પત્રો લખીને ખાનગી શાળા કોલેજોમાં અભ્યાસ કરતા મધ્યમ અને નાના વર્ગના બાળકોના પરિવારને રાહત મળી રહે તે ફી માફ કરવાની માંગણી કરેલ છે. છત્તા પણ આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય લેવાયો નથી.

                                                                                                  

શાળા કોલેજો બંધ કરવાના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે. આગામી સમયમાં શાળા-કોલેજો ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી એટલેકે બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કોરોના મહામારીમા શાળા-કોલેજો સૌથી પહેલા બંધ કરવામાં આવી હતી અને સૌથી છેલ્લે શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળા કોલેજોમાં બાળકો અભ્યાસ કરવા માટે જવાના જ નથી તેવા સમય સરકારી અને ખાનગી શાળા કોલેજ સંચાલકો કોરોનાના કપરા કાળમાં ઓનલાઇન શિક્ષણના નામે નાના અને મધ્યમ વર્ગના ગરીબ પરિવારોને લૂટે નહિ અને ધંધા રોજગાર બંધ છે 


તેવા સમયે ગરીબ પરિવારના બાળકોને રાહત મળી રહે તે માટે NSUI દ્વારા માંગણી કરવામાં આવી કે  "૨૫% ફી શાળા- કોલેજો તરફથી માફ કરવામાં આવે તેમજ બાકીની ૨૫% ફી રાજ્ય સરકાર દ્વારા એમ મળીને કુલ ૫૦% ફી માફ થાય તથા કોરોના ને કારણે કોઇ વિધ્યાર્થીઓ ના માતા પિતા અથવા ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ નું મૃત્યુ થયું હોય તો તેવા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી શાળા-કોલેજો દ્વારા માફ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી


વિધ્યાર્થીઓ અને વાલીઓ માટે NSUI આ લડત ચલાવી રહ્યું છે અને તેમને ન્યાય અપાવવા માટે આગળ પણ આ જ રીતે લડત ચલાવવામાં આવશે આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લા NSUI નાં પ્રમુખ દાનાભાઇ માડમ ની આગેવાની માં કોંગ્રેસ પ્રમુખ યાસીન ભાઈ ગજ્જન , પ્રદેશ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઇ આંબલિયા, ગોવિંદ આંબલિયા, ચેતન જગતિયા , રાજેસ ગોજીયા, યુવરાજ સિંહ વાઢેર , રાજશી કંડોરીયા, હિતેષ નકુમ, જતિન ગોસાઇ , ગોવિંદ કણઝારીયા ,કપિલ ત્રિવેદી સહિત NSUI નાં કાર્યકરો અને વાલીઓ જોડાયા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ દ્રારકા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દેશુર ગઢવી ખંભાળિયા 

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
0/Post a Comment/Comments

Stay Conneted

Domain