સદગુરૂ નો મનુષ્ય જીવન માં મહિમા મહત્ત્વ - દર્શનાબેન પી. જોષી.

સદગુરૂ નો મનુષ્ય જીવન માં મહિમા.(મહત્ત્વ)


જય ભગવાન જય મહાદેવ.



સદગુરૂ એટલે ગુરૂદેવ (ગુરૂજી) આધ્યાત્મિકગુરૂ, સદગુરૂ એટલે વિશ્વાસ, શ્રઘ્ધા. આ લેખ માં હું સદગુરૂ નું આપણા મનુષ્ય જીવન માં શું મહત્વ છે એ વિશે થોડું લખવાની કોશિશ કરી રહી છું.

   

ગુરૂ ની કંઈ વ્યાખ્યા નથી હોતી ગુરૂ અનંત અમર આત્મારૂપી પરમાત્મા જ છે એવું હું માનું છું ગુરૂ નું શબ્દોરૂપી વર્ણન કરવું અશકય છે છતાં પણ હું મારા શબ્દો માં ગુરૂ નો મહિમા લખવાની કોશિશ કરું છું પ્રથમ વખત.

      

સદગુરૂ અવતારી પુરૂષ હોય છે સદગુરૂ એ વ્યક્તિરૂપ આત્મા માં પરમ પરમાત્મા સ્વરૂપ અવતાર ધરતી પર બિરાજમાન હોય છે.(સંતો, મહંતો સ્વરૂપે) જેઓ વ્યક્તિરૂપ આ જગત ના કલ્યાણ માટે ધરતી પર અવતારી પુરૂષ તરીકે પ્રગટ્યા હોય છે.

    

જેમ ભગવાન શ્રીરામ એ જગત ના કલ્યાણ માટે ધરતી પર પ્રાગટ્ય કરેલ એમ સદગુરૂ પણ પરમ પરમાત્મા જ છે એવું હું માનું છું.

     

જીવન માં પ્રથમ ગુરૂ માતા - પિતા છે જેમણે આપણ ને સંસ્કારો સિંચન કર્યા હોય છે.પછી સ્કૂલ, કોલેજ ના સમય માં શૈક્ષણિક ગુરૂ મળે છે.ત્યારબાદ જીવનરૂપી આ જિંદગી માં મનુષ્ય ને પોતાના આત્મા ની ઓળખ કરાવવા માટે આધ્યાત્મિક ગુરૂ ની જરૂર પડે છે.(હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? શા માટે આવ્યો છું?)... મનુષ્ય જેને પોતાના આધ્યાત્મિક ગુરૂ ધારણ કરે છે એ વ્યક્તિ સ્વરૂપ પરમાત્મા એટલે સદગુરૂ(ગુરૂજી)

      

એવા મારા સદગુરૂ નું મારા જીવન માં અમૂલ્ય અનંત મહત્વ છે જે શબ્દો માં વર્ણવું અશક્ય છે.જેના આશીર્વાદ વગર જીવનરૂપી દીવડો ચમકતો નથી. 

         

બીન ગુરૂ નહિ હોતા જીવન સાકાર,

ઘર પર હોગા તબ ગુરૂ કા હાથ,

તભી બનેગા જીવન કા સહી આકાર,

ગુરૂ હિ સફલ જીવન કા આધાર.


એક ઉદાહરણ.


જ્યારે મનુષ્ય કોઈ ગાઢ જંગલ માં અંધારી રાત માં રસ્તો ભૂલી જાય છે ત્યારે શું કરે છે? થોડા સમય માટે ઉભા રહે છે,જોવે છે, સાંભળે છે.કોઈ બાજુ થી અવાજ આવે છે કે નહિ ,વાહનો નો અવાજ ,મશીનો નો અવાજ ,ચાલવાનો અવાજ એ બધું સાંભળી ને માણસ જે તે દિશા તરફ અંદાજ લગાવી અને ધીરે ધીરે એ તરફ ચાલવાની કોશિશ કરે છે પરંતુ તેને બીજી કઠીનાઈ ઓ નો સામનો કરવો પડે છે તેના રસ્તા માં ઉંડા ખાડા - દર , ઉતાર - ચઢાવ , કાંટા વગેરે આવે છે જો તેના હાથ માં ટોરચ્ કે બતી હોય તો તે પોતાનો રસ્તો બરોબર જોઈ ને ચાલી શકે છે.


એવી જ રીતે

    

આપણા (મનુષ્ય)ના અંતર નો માર્ગ પણ ઘણો જ અંધકારમય ,વિકટ ,દુર્ગમ,અને દુભેધ છે.ત્યાં સદગુરૂ (ગુરુદેવ) અંદર ની વસ્તી ના અવાજ ને (આપણી આત્મા ને) બતાવે છે અને અંદર નો રસ્તો બતાવવા માટે આપણી અંદર આત્મારૂપી જ્યોત પ્રગટાવે છે.(પ્રગટ કરે છે)

   

      "સંત પુરૂષ ના ચરણે ફંકજે,

      તર્ક- વિતર્ક નહિ કરતા,

      માગ્યા વગર બધું દેશે તુજ ને,

      શ્રધ્ધા ના ખોઈ દેતા,

     નિર્મોહી નિષ્કામ છે સદગુરૂ."

પરમ જ્ઞાન નું અમૃત દેશે મોકો તમે ના ચૂકતા.સાચા સદગુરૂ તમે તારણહાર તમને વંદન વારંવાર.

  

સદગુરૂ મળવાથી સંસારજીવન,પારિવારિક, સામાજીક, શૈક્ષણિક જીવન માં સદગુરૂ ના સત્સંગરૂપી આશીર્વાદ થી સમયાનુસાર હકારાત્મક વિચારો કેળવી લોકોના હિતેચ્છુ બનવાની ભાવના કેળવી છીએ.

   

સંસારરૂપી આ જગત માં દરેક મનુષ્ય એ પોતાના જીવન માં સમસ્યાઓ , સંઘર્ષ, મુશ્કેલીઓ,વિકટ પરિસ્થિતિઓ આવતી જ હોય છે. એ પરિસ્થિતિ ઓ ના પડકારો સામે ટકી રહેવાની હકારાત્મક વલણ સાથે સામનો કરવાની અદભૂત શક્તિ તથા સાચા હકારાત્મક માણસ બની રહેવાના મૂલ્યો નું સર્જન સાચા સદગુરૂ મળવાથી થાય છે.

   

સદગુરૂ ના સત્સંગરૂપી ગંગા થી દરેક મનુષ્ય પોતાના જીવન ના પાઠો, પારિવારિક સુખો, વ્યવહારિક વર્તન - પરિવર્તન ,સમાજ જીવન માં લોકો સાથે ની વર્તુણક(રહેણીકરણી),સારી હકારાત્મક વિચારધારા વગેરે મૂલ્યો ને પોતાના માં કેળવે છે.

    

સિધ્ધિ મળી ગઈ ભગવાન મળ્યા કે નહિ? હું કોણ છું? આ પ્રશ્નો નો ઉત્તર મળ્યો? એ ઉતર મેળવવાં જ સદુગુરૂ ની જીવન માં જરૂર પડે છે.


આ સંસારરૂપી જીવન માં આટલા વ્યસ્ત સમય માં ભગવાન ને કેમ ભજવા ,ભગવાન નું કેવી રીતે સ્મરણ કરવું અને આ જગત માં  મનુષ્યરૂપી અવતાર મળ્યો છે.તો આ મનુષ્યરૂપી દેહ (શરીર) નું આત્મા સાથે મિલન(મિલાપ) એક સાચા સદગુરૂ મળે તો જ થાય અને એ એવું હું માનું છું.

   સદગુરૂ સમરથ સુજાણ આદી અનાદી દેવા.

તારણહાર તન સાર શબ્દ સ્વરૂપે એવા.

   ખરેખર ગુરૂ મહિમા નું વર્ણન કોઈ કરીજ નથી શકતું અે એટલા માટે કે સદગુરૂ નો મહિમા સચ્ચાઈ નો છે.

   " સદગુરૂ એ સત્ય કી રાહ  બતાઈ નામ સે નેહા ભગાઈ રે, સદગુરૂજી એ."

 

ધન્ય ગુરૂ દાતા મારા, ધન્ય ગુરુદેવ ને,સદગુરૂ એ શબ્દ સુણાવયો રે,

ગુરૂજી નો મહિમા હું તો , એ પલપલ વખાણું ને આ પંડ ના રે પ્રાયશ્વિત સઘળાં જાય રે... ધન્ય....


શ્રીમદ્ ભાગવતગીતા માં ભગવાને કહ્યું છે કે  "આજ્ઞાનેન આવૃતં જ્ઞાનમ" અજ્ઞાન થી જ્ઞાન ઢંકાયેલું છે. આપણા માં રહેલા જ્ઞાન ને જાગૃત કરવા માટે "સદગુરૂ" પોતાના સત્સંગ અને શબ્દો થી જ્ઞાન નું આંજણ બનાવી ને આપણ ને લગાડે છે.જેથી આપણા અંતચક્ષુ ખુલે છે. એટલે જ્ઞાન પ્રગટ થાય છે.


સર્વદાતા સદગુરુદેવ સત્ હરિરામ બાપા ની જય.

જગત જનની જગદંબા સત્  મણી માં ની જય.

સર્વ સંત શ્રી વંદનીય સત્ જગુરામ બાપા ની જય.


જય ભગવાન જય ગુરૂદેવ દર્શનાબેન  પી. જોષી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

1/Post a Comment/Comments

Post a Comment

Stay Conneted

Domain