"ડભોઇ નગરપાલિકાના ફન્ટ લાઇન કોરોનાવાયરસૅ ગણાતા સફાઈ કર્મચારીઓને સેફ્ટી કીટનુ વિતરણ"

એક્શન એડ સંસ્થાના સહયોગથી ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના હસ્તે "ડભોઇ નગરપાલિકાના ફન્ટ લાઇન કોરોનાવાયરસૅ ગણાતા સફાઈ કર્મચારીઓને સેફ્ટી કીટનુ વિતરણ"



 

આજરોજ એક્શન એડ સંસ્થાના સહયોગથી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે ગણાતા ડભોઇ નગરના સફાઈ કામદારોને ડભોઇ -દર્ભાવતીના  ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે સફાઈ કામદારોને સેફટી કીટનું વિતરણ કરવામાં આવ્યું

       


હાલમાં કોરોના મહામારીથી આખું વિશ્વ જજુમી રહ્યું છે. ત્યારે ડભોઇ નગર અને તાલુકાના છેવાડાના ગામોમાં પણ કોરોનાએ પ્રવેશ કર્યો હતો અને લોકોમાં આ મહામારીનો ડર છે.તેમજ ગ્રામ્ય સ્થળે લોકો માં પુરતી જાણકારીનો પણ અભાવ હોવાને કારણે કોરોના મહામારી વધુ ફેલાઈ શકે છે. જેથી આવા રોગ સામે રક્ષણ મેળવવા માટે ફ્રન્ટલાઈન કોરોનાવાયરસ ગણાતા ડભોઇ નગરપાલિકાના સફાઈ કામદારોને પોતાની સેફટી માટે  એક્શન એડ સંસ્થાના સહયોગથી સેફટી કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં માસ્ક, સેનેટાઈઝર,હેન્ડ ગ્લોસ,સહિત ની સેફટી ના સાધનો સાથે કીટ તૈયાર કરવામાં આવી હતી.આ કીટનું વિતરણ ડભોઇ -દર્ભાવતી ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.



એક્શનએડ સંસ્થા વડોદરા જીલ્લાના ૩ તાલુકાના ૩૫ ગામડાઓમાં અને  ડભોઈ શહેરમાં કાર્ય કરી રહી છે. એક્શન એડ સંસ્થાની ટીમ સરકારના કોવીડ ટાસ્ક ફોર્સ અને પંચાયતો સાથે રહીને ગામડાઓમાં કોરોના મહામારીને લઈને લોક જાગૃતિનું અને કોરોના ની રસી અંગે લોકોને સમજાવી રસી લેવા માટે પ્રેરિત કરે છે અને વધુ લોકોને કોરોના થી બચાવી શકાય એ માટે સરકારી દવાખાના, કોવીડ કેર સેન્ટર માં પણ મદદ પહોચાડવાનું કામ કરે છે.  એક્શન એડ  સંસ્થા દ્વારા ડભોઇ તાલુકામાં એક્શન એડ સંસ્થાના સ્ટાફ સુશીલાબેન પ્રજાપતિ અને હમઝાહ હસનના સહયોગથી સુશીલભાઈ, સતીશભાઈ, શીલાબેન અને રેચલ બેન દ્વારા આ કીટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ માં ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)ડભોઈ, ડભોઇ નગરપાલિકાના પ્રમુખ કાજલબેન દુલાણી, કારોબારી ચેરમેન વિશાલ શાહ ,વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ ‌ (વકીલ)તેમજ ડભોઇ નગરના ભાજપાના કાર્યકરો સહિત ના સામાજિક આગેવાનો તેમજ નગરપાલિકા ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain