રાપર નગરપાલિકા ના વોર્ડ નંબર એક ના ભાજપ સદસ્ય દિનેશ ખીમા કારોત્રા ની વાડી મા થી રાજેશ લખમણ કારોત્રા દારૂ ના જથ્થા સાથે રાપર પોલીસે ઝડપી પાડયો

રાપર નગરપાલિકા ના વોર્ડ નંબર એક ના ભાજપ સદસ્ય દિનેશ ખીમા કારોત્રા ની વાડી મા થી રાજેશ લખમણ કારોત્રા દારૂ ના જથ્થા સાથે રાપર પોલીસે ઝડપી પાડયોરાપર નગરપાલિકા ના સભ્ય ની વાડી પર થી પોલીસે અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો


રાપર બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા ની સુચના થી પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ ગત મોડી રાત્રે રાપર પોલીસે રાપર નગરપાલિકા ના વોર્ડ નંબર એક ના કોગ્રેસ મા થી ભાજપ મા જોડાયેલા સદસ્ય દિનેશ ખીમા કારોત્રા ની વાડી મા થી રાપર નગરપાલિકા ના માજી પ્રમુખ  ના ભાઈ રાજેશ ઉર્ફે રામ રાવણ લખમણ કારોત્રા નો જુદી જુદી ભારતીય બનાવટનો વિદેશી દારૃ ના જથ્થો ઝડપી પાડયો હતો જેમાં મોંધી બનાવટ ની રોકિગ વોડકા ઓરેન્જ ફેવરિટ ની પેટી નંગ છ કિંમત રૂ. 25.200/= વાઈટલેસ વોડકા ઓરેન્જ ફલેવર ક્વાર્ટરીયા પેટી નંગ 11 કિંમત રૂ 52. 800/= સુપર સ્ટ્રોંગપ્રિમીયર રાજસ્થાન બનાવટ નો બિયર પેટી નંગ 21 કિંમત રૂ 50 400/= સહિત કુલ રૃપિયા 1.28.400/= નો ઝડપી પાડયો હતો ધણા લાંબા સમય થી રાજકીય ઓથ હેઠળ મોંઘા ભાવના વિદેશી દારૃ નો વેપાર શરૂ કર્યો હતો.


રાપર પોલીસે રાજેશ ઉર્ફે રામ રાવણ લખમણ કારોત્રા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે તો જેની વાડી છે એ નગરપાલિકા ના વોર્ડ નંબર એક ના સદસ્ય સામે કયા કારણોસર ગુનો દાખલ કરવા મા આવ્યો નથી તે અંગે ચર્ચા નો વિષય છે મળતી વિગતો મુજબ છેલ્લા એક વર્ષથી લોકડાઉનમાં દારૂ નો ધંધો શરૂ કર્યો હતો અને મોબાઇલ ફોન પર ડીલીવરી કરવા મા આવતી હતી જો આરોપી ના કોલ ડિટેઇલ ની તપાસ હાથ ધરવામાં આવી તો અનેક રાજકીય આગેવાનો અને વેપારીઓ નો ભાંડા ફોડ થાય તેવી શક્યતા છે


આ દરોડા ની કાર્યવાહી મા પીએસઆઇ જે. એચ ગઢવી પીએસઆઇ જી. જી જાડેજા સહિત નો સટાફ જોડાયો હતો રાપર પોલીસે ભાજપ ના આગેવાન ના સબંધી અને નગરપાલિકા ના સભ્ય ની વાડી પર થી પોલીસે અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડયો છે જે અંગે રાજકીય ભુકંપ સર્જાયો છે અને હવે ભાજપના કાર્યકરો દારૂ ના ધંધા મા ઝંપલાવ્યું એ ફલીત થયું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain