રાપર તાલુકા ના વૃજવાણી ગામના બે ધરતીપુત્રો સહોદર સેના મા જોડાયા

રાપર તાલુકા ના વૃજવાણી ગામના બે ધરતીપુત્રો સહોદર સેના મા જોડાયારાપર હાલ દરેક ભારતીય મા દેશ ભાવના જાગી રહી છે ત્યારે સરહદી વાગડ વિસ્તારના રાપર તાલુકા ના અનેક યુવાનો ભારતીય સેના મા જોડાઈ દેશની જુદી જુદી સરહદ પર ફરજ બજાવી મા ભોમ ની રક્ષા કરી રહયા છે ત્યારે રાપર તાલુકાના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ વૃન્દાવન મા અધુરો રાસ મુક્યો હતો તે વૃજવાણી મા ઢોલી ના રુપ મા પૂર્ણ કર્યો છે અને આ સ્થળ પર 122 આહિર કન્યાઓ અને ઢોલી નું ઐતિહાસિક સ્મારક આવેલ છે તેવા આ ગામમાં એક ઐતિહાસિક સિદ્ધિ સામે આવી છે વૃજવાણી ગામે ખેતી કરતા આંજણા પાટીદાર સમાજ ના ચૌધરી અખઈભાઈ રામાભાઈના પુત્રો રવજીભાઈ અને રાજેશ ભાઈ ભારતીય સેના મા જોડાયા હતા. સખત તાલીમ પૂર્ણ કરી ને માદરે વતન આવ્યા હતા. બને સહોદર ભાઈઓ નું સમસ્ત ગામ લોકો એ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને મા ભોમ ની રક્ષા કરવા માટે ભારતીય સેના મા જોડાયેલા બન્ને ભાઈઓ નું તિલક હારતોરા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું


વાગડ વિસ્તારના રાપર તાલુકા ના યુવાનો હવે ભારતીય સેના મા જોડાઈ રહ્યા છે તે રાપર તાલુકાના તમામ લોકો એ ગૌરવ લેવા જેવી વાત છે રાપર તાલુકાના ભારતીય સેના મા યુવાનો જોડાયા છે તે માટે સાંસદ વિનોદભાઈ ચાવડા માજી ધારાસભ્ય પંકજ મહેતા રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજીભાઈ કારોત્રા ભિખુભા સોઢા નિલેશ માલી રાપર પ્રાંત અધિકારી જય કુમાર રાવલ મામલતદાર એચ જી પ્રજાપતિ ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ડી જે ચાવડા રાપર પીઆઇ પી. એન. ઝીઝુવાડીયા બાલાસર પીએસઆઇ ગઢવી વિગેરે વિગેરે ખુશી વ્યક્ત કરી હતી અને દેશ પ્રત્યે અને મા ભોમ ની રક્ષા માટે તત્પર યુવાનો ને અભિનંદન આપ્યા હતા આમ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થી યુવાનો સેના આર્મી પોલીસ બોર્ડર વિંગ બીએસએફ સહિત મા ભલતી થઈ રાપર તાલુકા નું ગૌરવ વધારી રહયા છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain