રાપર તાલુકા ના પ્રાથમિક શિક્ષકો માટે ઉચ્ચતર પગારધોરણ કેમ્પ યોજાયો
રાપર તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વર્ષ-૨૦૧૦/૧૧ ના વર્ષમાં ભરતી થયેલ શિક્ષકો માટે પ્રથમ ઉ.પ.ધો અને વીસ વર્ષ પુર્ણ કરનાર શિક્ષકો માટે દ્રિતિય ઉ.પ.ધો નો કેમ્પ રાપર તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યો.રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે.એમ.રબારીએ શિક્ષકોના હિતમાં સમુહમાં ઉચ્ચતર પગારધોરણનો કેમ્પ યોજીને ઉતમ વહીવટી કામગીરી કરી હતી.
રાપર તાલુકાના વર્ષ-૨૦૧૦-૧૧ માં ભરતી થયેલા ૧૬૩ પ્રાથમિક શિક્ષકો અને વીસ વર્ષ પુર્ણ કરેલા ૧૪૭ પ્રાથમિક શિક્ષકોનો તાલુકા પંચાયત હોલ ખાતે ત્રણ દિવસ શાળા સમય બાદ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં તમામ શિક્ષકોની દરખાસ્ત અને સેવાપોથીની અધુરાશ પુર્તતા કરવામાં આવી હતી.ઉચ્ચતર પગારધોરણ કેમ્પની કામગીરીમાં જુનિયર કલાર્ક એન.ડી.પરમાર,સિનિયર ક્લાર્ક જીયેજા હુસેનભાઇ તેમજ રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો ગણપત ડાભાણી,વિપુલ પટેલ,મહાદેવ કાગ,નિરવ જોષી,રોહન સોલંકી,અશોકભાઇ ચૌધરી,રોહિતભાઇ ચૌધરી વગેરે જોડાયા હતા.
કેળવણી નિરિક્ષકો શ્રી રફિકભાઇ આગલોડિયા,દિનેશગીરી ગોસાઇ,નરેશભાઇ ચૌહાણ અને કામરાજભાઇ મહિવાલ દ્વારા ખાનગી અહેવાલ અને અન્ય કામગીરી કરવામાં આવી હતી.રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અરજણભાઇ ડાંગરે તાલુકાના તમામ શિક્ષકો વતી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ તેમજ કામગીરી કરનાર સૌ નો આભાર માન્યો હતો સાથે સાથે શિક્ષકોના વહિવટી પ્રશ્ર્નો ઉકેલવા સંગઠન હંમેશા આ રીતે જ સહયોગ આપશે તેવી ખાત્રી આપી હતી.કેમ્પની કામગીરીથી સૌ શિક્ષકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment