અમદાવાદ માં સ્કૂલ ની બાજુમાં જ કચરા નો ખડકલો જોવા મળ્યો આતે કેવું કચરાપેટી મુક્ત અમદાવાદ..? સ્કૂલની બાજુમાં જ કચરાના ઢગ

તારીખ:-૨૯/૦૭/૨૦૨૧-અમદાવાદ


અમદાવાદ માં સ્કૂલ ની બાજુમાં જ કચરા નો ખડકલો જોવા મળ્યો આતે કેવું કચરાપેટી મુક્ત અમદાવાદ..? સ્કૂલની બાજુમાં જ કચરાના ઢગ



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરાપેટી મુક્ત શહેરના દાવા ભલે કરવામાં આવતા હોય પરંતુ હાલ શહેરમાં કોઈ વિસ્તાર એવો નહીં હોય જ્યાં કચરાપેટી જોવા ના મળે. ખાસ કરીને લઘુમતી, દલિત અને પછાત વિસ્તારોમાં સાફ સફાઇના અભાવે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના યોગ્ય આયોજનના અભાવે ઠેરઠેર કચરાપેટી જોવા મળે છે. ઉકત તસવીર શહેરના આઇ.પી.મિશન સ્કૂલની પાસે જ આવેલી કચરાપેટીની છે. જ્યાં દિવાલ પર 'મારું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ' તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ નું લખાણ લખી તંત્ર સંતોષ માને છે પરંતુ, સ્કૂલની બાજુમાં જ કચરાપેટી અને ગંદકીના ઢગ જોવા મળે છે. જ્યાં સમયસર સાફ સફાઇના અભાવે બાળકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે.

 

આ ઉપરાંત આ કચરાપેટી ભરચક વિસ્તારમાં હોવાથી વાહનચાલકો પણ દુર્ગંધ થી પરેશાન થઈ રહ્યા છે. આ અંગે સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ જણાવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલની બાજુમાં થી કાયમી રીતે વહેલી તકે કચરાપેટી દૂર કરી અમદાવાદને ખરેખર સ્વચ્છ બનાવવામાં ફાળો આપે તેવી પ્રજાની લાગણી અને માંગણી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે  ગ્રુપ અમદાવાદ જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દીપકકુમાર ધામેલ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain