આજ રોજ શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા મધ્યે સુવઈમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

આજ રોજ તારીખ, ૨૯/૭/૨૦૨૧ શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા મધ્યે સુવઈમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુંઆજ રોજ તારીખ, ૨૯//૭/૨૦૨૧ શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા મધ્યે સુવઈમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં સુવઈગામના દાનવીર અને શિક્ષણના હિમાયતી અને સુવઈને આદર્શ ગામ બનાવવામાં જેમનો સિંહફાળો છે એવા શ્રી વાડીલાલભાઈ શેઠના સહકારથી આ કાર્યક્રમનું ઉમદા આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી હરિભાઈ રાઠોડ, તલાટીશ્રી મિતેશભાઇ પટેલ, શાળાના આચાર્યશ્રી કિશોરસિંહ ચુડાસમા,ઉપ સરપંચશ્રી ગોવાભાઈ રબારી, પંચાયતના સભ્યો અબુભાઈ ખત્રી અને જયંતીભાઈ દરજી તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર હતા.

        આ કાર્યક્રમ અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને એક એક વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ચીકુ, જાંબુ, દાડમ,ગુલમહોર, ડેલ્ટા ફાર્મ, મીઠો લીમડો જેવા વૃક્ષો આપવામાં આવ્યા. તેમજ બાળકોને તેમના પરિવારના સભ્યો ઓર્ગેનિક શાકભાજી ખાય તેવા શુભ હેતુથી તેમને શાકભાજીના બિયારણ પણ વિતરણ કરવામાં આવ્યું.જેમાં ભીંડા,રીંગણ,તુરીયા, દૂધી, વાલોર,ચોરી જેવા શાકભાજીના બીજ હતા.આ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષો વાવ્યા પછી તેના જતનની જવાબદારી શાળાના વૃક્ષપ્રેમી શિક્ષકશ્રી સોની જીગ્નેશભાઈએ ઉપાડી લીધી હતી. તેમજ દરેક બાળકોને એક વૃક્ષ એક જીવન, મારુ ગામ હરિયાળું ગામ, વૃક્ષો વાવો વરસાદ લાવો જેવા નારાઓ આપવામાં આવ્યા અને શાળાના શિક્ષકશ્રી મહેશભાઈ દ્વારા બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા. આમ શાળાકીય પ્રવૃત્તિ દ્વારા ગામ ને હરિયાળું બનાવવાનો સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.તેમજ ગયા વર્ષે જે વિદ્યાર્થીઓએ વૃક્ષોનું સારું જતન કરી ઉછેર્યા છે તેમને પ્રોત્સાહિત ઇનામ આપી ૧૫મી ઓગસ્ટના રોજ તેઓનું જાહેરમાં સન્માન કરવામાં આવશે એવી વાડીલાલભાઈ શેઠે જાહેરાત કરી. અને આ વર્ષે જેઓ વૃક્ષનું સારું જતન કરશે તેઓ માટે પણ મોટા ઇનામની જાહેરાત કરી હતી. 


આ કાર્યક્રમની સાથે સાથે શાળા વિકાસ માટે શ્રી વાડીલાલભાઈ શેઠે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જરૂરી પહેરવેશ બટન માઇક, લેઝીમ તેમજ ડંબેલ માટે 50000 રૂપિયા જેટલી માતબર રકમના દાનની જાહેરાત કરી હતી.તેમજ વિજ્ઞાન લેબ,  અને શાળાની અન્ય જરૂરિયાતો માં મદદરૂપ થવા ખાત્રી આપી હતી,


તેમજ, રાપર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી એ હાઈસ્કૂલ માં કોમ્પ્યુટર લેબ તેમજ સ્માર્ટ કલાસ ની સુવિધા ઉભી થાય તે માટે પ્રયત્નો કરવા ખાત્રી આપી હતી,


આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્યશ્રી કિશોરસિંહ ચુડાસમા તેમજ શાળા પરિવારના શિક્ષકશ્રી જીગ્નેશભાઈ , રાહુલભાઈ, ગણપતભાઇ, મહેશભાઈ, મિતાલીબેન કલ્પેશભાઈ અને વૈશાલીબેન ઉમદા યોગદાન રહ્યું.અંતે શાળાના શિક્ષક શ્રી જીગ્નેશભાઈ સોનીએ આભાર વિધિ કરી દરેક બાળકો વૃક્ષોના રોપા અને શાકભાજીના બીયારણ લઈ વૃક્ષોની કાળજી પૂર્વક જતન કરવાની પ્રતિજ્ઞા લેવા માં આવી હતી,


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain