રાપર તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરવામાં આવી
આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. કારોબારી ચેરમેન તરીકે દાનાભાઇ કેશા વાવીયા સલારી બેઠક ના અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે સુવઈ કિશોર ભાઈ ગોવાભાઈ મહેશ્વરી ના નામો વરણી કરવામાં આવી હતી તો અંજાર નગરપાલિકા ના માજી પ્રમુખ ભરતભાઈ શાહ નિરિક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલી તાલુકા પંચાયત ની જુદી જુદી સમિતિ ના ચેરમેન ની વરણી અંગે બેઠક મળી હતી
જેમાં તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા હરેશ પરમાર કે. એમ. ડામોર બી. પી. ગુસાઈ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકી ડોલરભાઈ ગોર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા ગાભાભાઈ ગોહિલ હરીભાઈ રાઠોડ કેશુભા વાઘેલા વાડીલાલ સાવલા રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની ભિખુભા સોઢા મહામંત્રી નિલેશ માલીકેશુભા વાઘેલા વાડીલાલ સાવલામેહુલ જોશી લાલજી કારોત્રા હઠુભા સોઢા કમલસિંહ સોઢા ભગાભાઇ આહિર વિગેરેની ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલી બેઠકમાં તાલુકા પંચાયત ના તમામ સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment