ખેરાલુ તાલુકાના કુડા ગામના રહીશો પરંપરાગત આ વષૅ પણ સૌરાષ્ટ્રના પ્રવાસે જવા રવાના

ખેરાલુ તાલુકાના કુડા ગામના રહીશો પરંપરાગત આ વષૅ પણ  સૌરાષ્ટ્રના પ્રવાસે જવા રવાના


કુડા ગામજનો માટે દ્વારકા વિશે આષાઢી પુનમે દશૅન કરી શિષ નમાવવું તેને ઉતમ ગણે છે



ખેરાલુ તાલુકાના કુડા ગામના ઠાકોર સમાજના યુવાનો દ્વારા કુડા થી દ્વારકા અને દ્વારકા થી સમગ્ર સૌરાષ્ટ્રના જોવાલાયક સ્થળોમાં પ્રવાસ ગોઠવ્યો છે આજે સવારે છ વાગે છ લક્ઝરીઓ દ્વારા આશરે ૩૭૦ લોકો પ્રવાસમાં જોડાયા છે વડનગર સતલાસણા અને ખેરાલુ તાલુકાના કેટલાક ગામોમાંથી પણ આ લોકો પ્રવાસ માં જોડાયા છે જોકે હાલ કોઈ દૂધ વધારો કે અન્ય આવક ન થઈ હોવા છતાં લોકો સવયંભુ જોડાયા છે   છેલ્લા દસ વર્ષથી ગામના ઠાકોર ગાડાજી ઠાકોર પ્રહલાદજી ઠાકોર રાજુજી કસાજી તેમજ અમરતજી કાનાજી ઠાકોર રણછોડભાઇ દ્વારા શરૂ કરાયેલા હાલ પણ અને સુરેશ ઠાકોર ની ટીમોએ આયોજન કર્યું અને લોકો આમાં જોડાયા છે 



એક વ્યક્તિના ૩૦૦૦ રૂપિયા લેખે ટિકિટ ભરી ને પાંચ દિવસનો પ્રવાસ છે મહત્વની વાત એ છે કે કુડા ગામે ૩૭૦ જેટલા લોકો પ્રવાસમાં જતા હોય ત્યારે ગામમાં ઘરફોડ ચોરી કે સલામતીનો પણ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કુડા ગામના રહીશો દ્વારા આ પર આ પ્રવાસ ની  પોલીસને પણ આ ની જાણ ન થઇ હોવાની ખેરાલુ પીઆઇ  સી બી ગામીતે જણાવ્યું હતું જો કે પોલીસ હવે સતત પેટ્રોલિંગ રાખી આ ગામના ઘરોનું રક્ષણ કરવા પ્રયત્ન કરશે તેમ પીઆઇ ગામીતે કહ્યું હતું


અષાઢી પૂનમ ના દિવસે દર વર્ષે કુડા ગામ થી  શરૂઆતમાં બે લક્ઝરી જતી હતી અને આ વષૅ  છ થી સાત લક્ઝરી ભરાઈને દર્શનાર્થીઓ મૂખ્ય દ્વારકા અને તયારબાદસૌરાષ્ટ્ર દર્શન જઈ રહ્યા છે તેમજ આજુબાજુના તાલુકાના લોકો પણ હવે આ યાત્રામાં જોડાઈને ગયા તે મોટી બાબત છે અષાઢી પૂનમ નો અનેરું મહત્વ છે ત્યારે ગત વર્ષે  લોકડાઉન ના હિસાબે કોઈ પ્રવાસ શક્ય બન્યો હતો અને આ વર્ષે સરકારે થોડી છૂટ આપતો પ્રવાસનું આયોજન કરાયું છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



2/Post a Comment/Comments

Post a Comment

Stay Conneted

Domain