રાપર શહેર યુવા ભાજપ દ્વારા કોરોના વોરીયસૅ નું સન્માન

રાપર શહેર યુવા ભાજપ દ્વારા કોરોના વોરીયસૅ નું સન્માનઆજે રાપર સીએચસી ખાતે રાપર તાલુકામાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ નું આજે રાપર શહેર યુવા ભાજપ દ્વારા સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું


જેમાં રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી લાલજીભાઈ કારોત્રા કેશુભા વાધેલા બળવંત ભાઈ ઠક્કર બળદેવ ગામોટ રશ્મિન દોશી નિલેશ માલી વાલજી વાવીયા ભાવિન મીરાણી  રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા રામજીભાઈ ચાવડા વિગેરે ઉપસ્થિત રહ્યાઆજે યોજાયેલા આ સન્માન કાર્યક્રમ ની માહિતી આપતાં યુવા ભાજપના પ્રમુખ શૈલેષ ચંદે  એ જણાવ્યું હતું કે રાપર તાલુકા મા કોવિડ ૧૯ અંતર્ગત રાપર તાલુકા ના નવ પીએચસી અને સબ સેન્ટર તથા સીએચસી અને કોવીડ હોસ્પિટલ અને પલાંસવા સી એચ સી ખાતે લોકો ની જે સેવા કરી છે તે કાબિલે દાદ છે ત્યારે આજે તેમનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ડો. આર. એસ. કુમાર ડો. ભવ્ય ડો. ભાર્ગવ મોડ ચંદ્રેશ દરજી કંચન બેન સુવારીયા વિગેરે નું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા યુવા ભાજપના પ્રમુખ ભરત મસુરીયા મહામંત્રી મહેશ ગઢવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલા આ કાર્યક્રમમાં આગેવાનો ના હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain