અમદાવાદ ના ખમાસા વૈશ્ય સભા પાસે આવેલું એએમટીએસ નું બસ સ્ટેન્ડ, રેનબસેરા કે શેલ્ટર..!

તા:-૨૪/૦૭/૨૦૨૧-અમદાવાદ


અમદાવાદ ના ખમાસા વૈશ્ય સભા પાસે આવેલું એએમટીએસ નું બસ સ્ટેન્ડ, રેનબસેરા કે શેલ્ટર..!અમદાવાદ ઉપરોક્ત તસવીરમાં દેખાય છે એ શેલ્ટર કે રેન બસેરા નથી પરંતુ, એએમટીએસનુ બસ સ્ટેન્ડ છે. જ્યાં બારેમાસ મુસાફરો કરતા સ્થાનિક લોકો આરામ કરતા કે ગપસપ કરતા નજરે પડે છે. ખમાસા રોડ, વૈશ્ય સભા ના આ બસ સ્ટેન્ડ આસપાસ હંમેશા રીક્ષા અને દ્વિચક્રી વાહનો પણ પાર્ક કરાતા હોવાથી બસમાં જવા માટે આવતા મુસાફરોને બેસવાની કે ઊભા રહેવાની જગ્યા મળતી નથી અથવા તો બસ સ્ટેન્ડ થી દુર ઉભા રહેવું પડે છે. ક્યારેક વાહનોના લીધે બસમાંથી ઊતરતા મુસાફરોને પણ રોડની વચ્ચે બસ ઊભી રાખી ઉતારવા પડે છે.


પરિણામે ટ્રાફિક જામ થઈ જાય છે. આથી મ્યુનિસિપલ તંત્ર પોલીસના સહકારથી આ બસ સ્ટેન્ડ હંમેશા માટે ખુલ્લું કરાવે તથા મુસાફરોને સગવડ મળે તે મુજબ વ્યવસ્થા કરે તેવી સ્થાનિક સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ માગણી કરી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે  ગ્રુપ અમદાવાદ જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દીપકકુમાર ધામેલ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain