રાપર સહિત આસપાસના ગામોમાં વરસાદ ના ઝાપટા વરસ્યા હતા

રાપર સહિત આસપાસના ગામોમાં વરસાદ ના ઝાપટા વરસ્યા હતારાપર છેલ્લા બે દિવસથી સખ્ત ગરમી વચ્ચે વરસાદ નું વાતાવરણ સર્જાયું હતું ત્યારે yઆજે સાંજે પાંચ વાગ્યા ની આસપાસ રાપર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ નું જોરદાર ઝાપટું પડયું હતું જેના લીધે શહેરમાં પાણી વહી નીકળ્યું હતું આજે વરસાદ નું ઝાપટુ પડતા લોકો ને થોડા સમય સુધી ગરમી મા રાહત થઈ હતી રાપર શહેર ઉપરાંત કલ્યાણપર પ્રાગપર ભુટકીયા ભીમાસર આડેસર નિલપર સહિત ના આજુબાજુના ગામોમાં વરસાદ ના ઝાપટા વરસ્યા હતા જગત નો તાત વરસાદ ની રાહ જોઈ રહ્યા છે ત્યારે ખેતરો મા ચોમાસુ પાક નું વાવેતર કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે પરંતુ મેઘરાજાએ હજુ સુધી જોઈએ એવી મહેર ના કરતા ખેડૂતો ચિંતામાં પડી ગયા છે આજે વરસાદ ના ઝાપટા થી શહેર ની મુખ્ય બજારો માંથી પાણી વહી નિકળ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain