રાપર તાલુકા ના સુવઈ થી જેસડા રાપર માર્ગ પર ની ઝાડી અકસ્માત ને નોતરે છે

રાપર તાલુકા ના સુવઈ થી જેસડા રાપર માર્ગ પર ની ઝાડી અકસ્માત ને નોતરે છેરાપર ધણી ધોરી વગર ના ગણાતા વાગડ વિસ્તારના રાપર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના માર્ગો ની હાલત બિસ્માર બની રહી છે ત્યારે તાજેતરમાં રાજ્ય સરકાર હસ્તક ના માર્ગ નેશનલ હાઈવે ને સોંપવામાં આવ્યો છે જેમાં ચિત્રોડ રાપર બાલાસર ધોરાવીરા અને રાપર આડેસર અને બાલાસર બેલા મૌઆણા ધડુલી રોડ સોપવામાં આવ્યો છે પરંતુ આ માર્ગ ની હાલત દયનીય બની ગઈ છે જ્યારથી નેશનલ હાઈવે ઓથોરિટી બોર્ડ ને સોંપવામાં આવ્યો ત્યારથી પુલીયા અને નાળા ને કાળા પીળા રંગના કપડાં પહેરાવવામાં આવ્યા છે રોડ દિવસ દિવસે બદતર હાલત મા થતાં જાય છે ત્યારે માર્ગ રિફ્રેશમેન્ટ કે રિપેરીંગ અંગે રજૂઆત પાલનપુર કચેરી એ કરવી પડે છે રાપર મા કોઈ પણ કર્મચારી નેશનલ હાઈવે ઓથોરિટી નો છે નહી કે નથી કોઈ કચેરી ત્યાર ખખડધજ હાલતમાં રોડ થઈ રહયા છે ત્યારે રાપર રાજય સરકાર હસ્તક ના આંતરિક માર્ગ જેમ કે રાપર રામવાવ ખારોઈ રામવાવ ખેગારપર સુવઈ સુવઈ વણોઈ સહિત ના માર્ગ ઠેરઠેર તુટી ગયા છે તો સુવઈ જેસડા ત્રંબો રાપર માર્ગ પર ઠેરઠેર ખાડા પડી ગયા છે અને નવ કિલોમીટર ના ત્રંબો જેસડા સુવઈ માર્ગ ની બને સાઈટ પર ઝાડી વધી ગઈ છે અને સામ સામે આવતા વાહનો ને મુશ્કેલી પડી રહી છે અગાઉ આ માર્ગ પર અસંખ્ય વખત અકસ્માત સર્જાયો છે સુવઈ ના સરપંચ તેમજ આસપાસના લોકો એ અનેક વખત રાપર રાજય સરકાર ના બાંધકામ વિભાગ મા રજૂઆત કરી છે પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી કચ્છ મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સુવઈ ગામ ને દત્તક લીધું છે પરંતુ માર્ગ પર વધી ગયેલી ઝાડી અને માર્ગ પર પડેલા ખાડાઓ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને આ અંગે સાંસદ પાસે રજૂઆત કરવામાં આવે પછી ના રાપર બાંધકામ વિભાગ કામગીરી હાથ ધરશે કે શું તેવી લોક ચર્ચા જાગી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain