સીમા જનકલ્યાણ સમિતિ પૂર્વ કચ્છ દ્વારા કારગીલ વિજય દિવસ ની ઉજવણી તેમજ શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
સીમા જન કલ્યાણ સમિતિ પૂર્વ કચ્છના અધ્યક્ષ ઘનશ્યામ બ્રાહ્મણ દ્વારા કાર્યક્રમ બીએસએફ ધોળાવીરા પોસ્ટમાં રાખવામાં આવેલ બીએસએફના કંપની કમાન્ડર તેમજ બીએસએફના જવાનો અને કારગિલ યુદ્ધમાં ભાગ લેનાર શ્રી એમ બી ઝાલા સાહેબ પીએસઆઇ ગઢડા ખડીર નું વિશેષ સન્માન કરવામાં આવ્યું બીએસએફના કંપની કમાન્ડર શ્રી એ શાલ ઓઢાળી સન્માન કર્યું હતું
બીએસએફના કંપની કમાન્ડર નું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પૂજા અને આરતી કરવામાં આવી હતી તમામ હાજર રહેલ ભાઈઓએ તિલક કરી કારગિલ યુદ્ધના શહીદોને વંદન કર્યા હતા અને નારા અને સૂત્રો બોલવામાં આવ્યા હતા ગઢડા ખડીર પીએસઆઇ શ્રી એમ બી ઝાલા સાહેબે આંખે દેખ્યો અહેવાલ રજૂ કર્યો હતો
ઝાલા સાહેબ આ અગાઉ આર્મીમાં નોકરી કરતા હતા અને કારગીલ યુદ્ધમાં સેના સાથે જોડાયા હતા આ કાર્યક્રમમાં સીમા જન કલ્યાણ સમિતિના સદસ્ય મહેશ દાન ગઢવી દિલીપ સિંહ સોઢા મહિપત સિંહ સોઢા બાબુભાઈ ચૌધરી આજના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા
ત્યારબાદ, કારગીલ વિજય દિવસ ની ઉજવણી નો કાર્યક્રમ બાલાસર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું હતું સીમા જન કલ્યાણ સમિતિના શ્રી રમેશભાઈ ઠાકોર દ્વારા આયોજન કરવામાં આવ્યું બાલાસર પોલીસ સ્ટેશન નો સ્ટાફ તેમજ જી.આર.ડી.ના જવાનો અને યુવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમનો સંચાલન રાજેશ સિંહ ભીખુ સિંહ યાદવે કહ્યું હતું સીમા જન કલ્યાણ સમિતિના પૂર્વ કચ્છ ના અધ્યક્ષ ઘનશ્યામ બ્રાહ્મણે આજના કાર્યક્રમ અંતર્ગત વ્યક્તવ્ય આપ્યું હતું આભાર વિધિ જોઇતાભાઇ ગોવિંદભાઈ રાઠોડે કરી હતી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment