રાપર તાલુકા ના રામવાવ ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
રાપર રામવાવ ગૃપની સાંયરા વાડી વિસ્તાર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ તથા કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ અને શેરી શિક્ષણ માટેની જાગૃતતા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ માં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કમલેશભાઈ દેસાઈ સાહેબ, રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ અરજણભાઈ ડાંગર, બીઆરસી કો ઓર્ડીનેટર કનુભાઈ પટેલ, સી.આર.સી.કો-ઓર્ડીનેટર મનજીભાઈ સુથાર, કેળવણી નિરીક્ષક દિનેશ દિનેશગીરી તથા રામવાવ ગામના સરપંચ શ્રી ખેંગારભાઈ મણવર તથા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું અને આવી કામગીરી ને બિરદાવી રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે રામવાવ ગ્રુપ શાળાના આચાર્ય હર્ષદભાઈ ચાવડાએ મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.સ્ટે જ સંચાલન રજનીકાંત શ્રીમાળીએ કર્યું હતું તેમજ રામવાવ ગ્રુપના શિક્ષકોએ મહેમાનોનું મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ સફળ બનાવવા માટે રામવાવ ગૃપના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઊઠાવી હતી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment