જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામની સીમમાં મજુરોના વેશમાં ભાગ્યા

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામની સીમમાં મજુરોના વેશમાં ભાગ્યાજૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામની સીમમાં મજુરોના વેશમાં ભાગ્યા રાખી આજુ બાજુના ખેતર, વાડીમાંથી રાત્રીના સમયે લસણ, તલ ની ચોરી કરનાર ગેંગના કુલ-૮ ઇસમોને ચોરીમાં ગયેલ લસણના બાંચકા નંગ-૨૧ કિ.રૂ.૪૨,૦૦૦/- તથા તલ બાંચકા નંગ-૩૯ જે માર્કેટીંગ યાર્ડમાં ખેંચી મેળવેલ રોકડા રૂ.૧,૧૦,૦૦૦/- રીકવર કરી ગુન્હાના કામે ઉપયોગ કરેલ વાહનો નંગ-૬ જેની કિ.રૂ.૨.૮૦,૦૦૦/- સહિત કુલ કિ.રૂ.૪,૪૭,૫૦૦/- નો મુદામાલ રીકવર કરી બે ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ ડીટકેટ કરતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢજૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી દ્વારા જિલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ગુન્હાઓને અટકાવવા તેમજ ઘરફોડ ચોરીના બનેલ ગુન્હાઓને ડીટેકટ કરી આરોપીઓને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇચા.પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ.ઇ. ડી.એમ. જલુ તથા પો.સ્ટાફ જૂનાગઢ જિલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા અને બનેલ બનાવના આરોપીઓને પકડવા સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામની સીમમાં આવેલ ખેતરોમાંથી લસણ તથા તલની બોરીની ચોરી થયેલ. 


જે અંગે વિસાવદર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૭૦૨૧૦૧૫૧૪૨૦૨૧ ઇપીકો કલમ ૪૫૪,૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો તા.૧૭/૦૫/૨૧ ના રોજ જાહેર થયેલ. તેમજ વિસાવદર પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૨૦૩૦૭૦૨૧૦૨૪૦/૨૦૨૧ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબનો ગુનો તા.૦૬/૦૭/૨૧ ના રોજ જાહેર થયેલ. આ ગુન્હાના સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા બનાવ સ્થળની નજીકના સી.સી.ટી.વવી. ફુટેજ તથા ટેકનીકલ સેલની મદદથી સતત પ્રયત્ન ચાલુ હતા. 


દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો. હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા, પો.કોન્સ સાહિલભાઇ સમા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોલંકી, જયદિપભાઇ કનેરીયાને સંયુકતમાં ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, ઉપરોક્ત બંન્ને ચોરીઓમાં સંડોવાયેલ ઇસમો વિસાવદર તાલુકાના જાબુડી, ઇશ્વરીયા, પીયાવા, મોટી મોણપરી ગામમાં ભાગીયા રાખીને રહે છે અને દેવીપુજકો છે અને જે હાલ તે વાડીએ જ છે. જે આઠેય ઇસમોને કાઇમ બ્રાન્ચ, જૂનાગઢ ખાતે લાવી પુછપરછ કરતા ઉપરોકત બન્ને ગુન્હાની કબુલાત આપતા તમામ મુદામાલ રીકવર કરી હસ્તગત કરી વિસાવદર પો.સ્ટે.ને આગળની કાર્યવાહી અર્થે સોંપી આપેલ.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ

અહેવાલ - યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain