ભારત વિકાસ પરિષદ-રાપર શાખાની સ્થાપના. હોદેદારો ની વરણી કરવામાં આવી

ભારત વિકાસ પરિષદ-રાપર શાખાની  સ્થાપના. હોદેદારો ની વરણી કરવામાં આવી રાપર ભારત વિકાસ પરિષદ-રાપરનો ભવ્ય અને દૈદિપ્યમાન શાખા ઉધઘાટન સમારોહ રાપર દરિયાસ્થાન મંદિર હોલ મધ્યે યોજાયો હતો.સંગીતમય પ્રાર્થના અને વંદેમાતરમ્ ના ગાનથી સમારોહનો પ્રારંભ શ્રી ગોવિંદભાઈ સોનીએ કરાવ્યો હતો.જેન્સી સોનીએ સ્વાગત નૃત્યથી સૌને સત્કાર્યા હતા.ઉપસ્થિત સંતશ્રીઓ અને મહાનુભાવોએ દિપપ્રાગટ્યથી સમારોહને ખુલો મુક્યો હતો.ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના અધ્યક્ષ શ્રીમતિ વિરલબેન પારેખે સ્વાગતીય પ્રવચનમાં સૌને આવકારવાની સાથે સંસ્થાની કાર્ય પ્રણાલી,અને એના ઉદેશ્યોની માહિતી આપી હતી. સંતો મહંતો અનુક્રમે રાજેન્દદાસજી , યોગી દેવનાથ બાપુ, કે.પી.સ્વામી, ડો.ત્રિકાલદાસજી બાપુ એ આશીર્વચન અને સંસ્થાને એના ઉદેશોની પૂર્તિ અર્થે મંગલમય શુભકામનાઓ પાઠવી હતી. પ્રાંતના સંગઠન મંત્રી કીરીટભાઈ નંદાણીયાએ નવી કારોબારી અને હોદેદારશ્રીઓની જાહેરાત કરી હતી.


હોદેદારશ્રીઓ પ્રમુખ-દિનેશભાઇ મણીલાલ સોની ઉપપ્રમુખ-રાજેશભાઈ રતનશીભાઈ ઠકકર, મંત્રી-નીલેશભાઈ રામજીભાઈ માલી, સહમંત્રી-ઈશ્વરભાઈ હરિભાઈ ચાવડા, ખજાનચી-હિરાભાઈ નરસંગભાઈ પટેલ,

મહિલા સંયોજીકા-ડો.પ્રતિમા કુમારી મહિલા સહસંયોજીકા-શ્રીમતિ નિરંજનાબેન હિરાલાલ જોષી અને નવી કારોબારી ની રચના કરવામાં આવી હતી જેમાં સતર લોકો ની નિમણૂક કરવામાં આવી હતી ઉપરાંત વરાયેલાં મહિલા સહસંયોજીકા શ્રીમતિ નિરંજનાબેન જોષી,વરાયેલા મંત્રીનીલેશભાઈ માલી અને વરાયેલા પ્રમુખ દિનેશભાઈ સોનીએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.


મુખ્ય અતિથી  માજી ધારાસભ્ય  પંકજભાઈ મહેતાએ કોઈ પણ સંસ્થાનો વિકાસ કરવો હોય તો કાર્યકર, કાર્યાલય અને કોષની વાત કરી જે સંસ્થા પાસે આવું બળ હોય એ સંસ્થાનો વિકાસ થતો હોય છે. આવુ બળ આ સંસ્થા પાસે છે જેથી આ સંસ્થા ચોક્કસ પોતાના લક્ષોની પૂર્તિ કરી શકશે.સંસ્થાને જ્યારે પણ પોતાની જરૂર પડશે કાયમ પોતે તત્પર રહેશે એવો ભાવ એમણે વ્યક્ત કર્યો હતો. જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી લક્ષ્મણશિંહ સોઢાએ સંસ્થાને શુભકામનાઓ પાઠવી હતી આભાર દર્શન વિભાગ મંત્રી શ્રી ચિંતનભાઈ ઠકકરે કર્યુ હતું. રાષ્ટ્રગીતના સમુહ ગાન બાદ કાર્યક્રમ પુર્ણ થયેલો જાહેર કરવામાં આવ્યો હતો સંસ્થાના દરેક સભ્યોએ આ કાર્યક્રમમાં પૂર્ણ સહયોગ આપ્યો હતો દાતાઓ એ પોતાના તરફ થી ફાળા ની જાહેરાત કરી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain