રસ્તાઓમાં ખાડા ખડબા અને ડાયવર્ઝનથી લોકો ત્રાહિમામ

ખંભાળીયા-દ્વારકા ફોરલેન કામમાં ગોકળગતિ,


રસ્તાઓમાં ખાડા ખડબા અને ડાયવર્ઝનથી લોકો ત્રાહિમામખભાળિયા શહેર અગ્રણી અને વરિષ્ઠ પત્રકાર પરબતભાઈ ગઢવી દ્વારા કાનૂની સલાહ લઈ કોર્ટના દ્વારે ન્યાય માંગશે એવી ચીમકી ઉચારાઈ


ખંભાળીયા દ્વારકા રોડ ઉપર ફોરલેન રોડનું કામ કરોડો રૂપિયાના ખર્ચે છેલ્લા કેટલાય સમય થયા ચાલી રહ્યું છે. ત્યારે જુદા જુદા વિસ્તારમાં આયોજન પુર્વક ડાયવર્ઝન અને યોગ્ય અવરજવર રસ્તાઓ બનાવાના હોય છે. પરંતુ નિર્ભર તંત્ર કે નિર્ભર કોન્ટ્રાક્ટરના કારણે ખંભાળીયા દ્વારકા રોડ પર ચાલી રહેલ ફોરલેન કામમાં લકવા ગ્રસ્ત સ્થિતિમાં કામ ચાલી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. હાલ ચોમાસા દરમ્યાન થોડા ઘણા વરસાદ પડયાની સાથે જ કેટલાક ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જતા કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે. આ ટ્રાફિક થવાના કારણે દ્વારકા ઓખા તરફથી આવતા ઇમરજન્સી કે હોસ્પિટલના દર્દીઓ ટ્રાફિકમાં ફસાવાના કારણે ભારે મુશ્કેલીમાં મુકાઈ જવાના બનાવ અનેક વાર બન્યા છે. 


જેને કારણે દ્વારકા ખંભાળીયા રોડ પર ચાલતા ફોરલેન કામ અંગે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોની દરરોજની અવરજવરના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ હંગામી ધોરણે જે માર્ગ કરવામાં આવ્યો છે. તેમાં પણ મોટા મોટા ખાડાઓ હોવાને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એટલુ જ નહીં અનેકવાર આ ખાડા ખડબાને કારણે નાના-મોટા અકસ્માત પણ સર્જાય ચુક્યા છે. 


આમ ખંભાળીયા દ્વારકા રોડ ફોરલેન રસ્તા બનવા જઇ રહ્યાને કારણે ગોકળગતિ અને અણઘડ આયોજનના અભાવે રસ્તાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રોડ રસ્તાના કામને લઈને જુદા જુદા આગેવાનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ આજ દિવસ સુધી કોઈ નક્કર પગલાં લઈ ખાડા બુરવા કે ડાયવર્ઝન વ્યવસ્થિત કરવા સહિતના મુદ્દે ચૂપકીદી સેવાઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં રોડ રસ્તાઓ પર પડેલા મોટા ખાડા કે ડાયવર્ઝન જો વ્યવસ્થિત નહિ કરવામાં આવે તો ખભાળિયા શહેર અગ્રણી અને વરિષ્ઠ પત્રકાર પરબતભાઈ ગઢવી દ્વારા કાનૂની સલાહ લઈ કોર્ટના દ્વારે ન્યાય માંગશે એવી ચીમકી ઉચારાઈ છે ફોટો સાથે છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ દ્રારકા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દેશુર ગઢવી ખંભાળિયા 

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain