રાપર તાલુકા મા અંતે મેઘરાજાએ મહેર કરી

રાપર તાલુકા મા અંતે મેઘરાજાએ મહેર કરી



રાપર છેલ્લા એક મહિનાથી કચ્છ ના રાપર તાલુકા મા મેઘરાજા હાથતાળી આપી રહ્યા હતા ત્યારે અવારનવાર ઝાપટાં રૃપે વરસાદ થતો હતો ત્યારે જગત નો તાત ધરતી પુત્ર ખેતર મા વાવેતર કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી હતી ત્યારે જરૂર હતી વરસાદ ની પણ હાથતાળી આપી રહ્યો હતો ત્યારે હવામાન વિભાગ ની આગાહી અનુસાર કચ્છ જિલ્લા મા વરસાદ પડશે તે મુજબ ગત રાત્રે બાર વાગ્યા થી સમગ્ર વાગડ પંથકમાં વરસાદ ધીમી ધારે શરૂ થયો હતો જે અવિરત સવારે પણ શરૂ રહ્યો હતો આ વરસાદ ના લીધે વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી હતી સતત ધીમી ધારે પડી રહેલા વરસાદ ના લીધે વાગડવાસીઓ મા આનંદની લાગણી પ્રસરી જવા પામી છે


રાપર શહેરમાં વરસાદ ના લીધે પાણી વહી નિકળ્યા હતા દેના બેંક ચોક સલારી નાકા ભુતિયા કોઠા રોડ આથમણા નાકા સહિત ના વિસ્તાર ની બજાર મા પાણી વહી રહ્યા હતા ધીમી ધારે વરસાદ થતાં ખેતી ના પાક ને ફાયદો થશે અને વાવેતર કરવા માટે ખુબ સારો વરસાદ છે એમ ખેડૂત આગેવાન વાડીલાલ સાવલા એ જણાવ્યું હતું રાપર ઉપરાંત રામવાવ કલ્યાણપર રવ નંદાસર ત્રંબો સુવઈ વજેપર નિલપર ચિત્રોડ ગાગોદર પલાંસવા આડેસર ભીમાસર પ્રાગપર ભુટકીયા મોડા સણવા ડાભુંડા હમીરપર ફતેહગઢ મૌઆણા બેલા જાટાવાડા બાલાસર ડાવરી દેશલપર ખાંડેક સહિત ના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો તો ખડીર વિસ્તારમાં ધોરાવીરા બાંભણકા રતનપર અમરાપર જનાણ કિડીયા નગર ખીરઇ થોરીયારી ગાગોદર સઈ  સહિત ના વિસ્તારોમાં વરસાદ ના ઝાપટા સતત વરસ્યા હતા તેમ રતનપર ના સરપંચ દશરથ ભાઈ આહિર એ જણાવ્યું હતું 


રાત્રી દરમ્યાન એક થી દોઢ ઈંચ વરસાદ થયા ના અહેવાલમાં સાંપડી રહ્યા છે રામવાવ ના માજી સરપંચ કરશનભાઈ મણવર ના જણાવ્યા મુજબ આ વરસાદ થી અગાઉ વાવેતર કરવામાં આવેલ પાક ને ફાયદો થશે અને નવા વાવેતર કરવા માટે ખુબ સારો વરસાદ છે હજુ વરસાદ ના માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain