બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા વરણોસરી ગામે પ્રોસેસિંગ પ્લાન્ટ નું ઉદઘાટન

બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા  વરણોસરી ગામે પ્રોસેસિંગ પ્લાન્ટ નું ઉદઘાટન.પાટણ જીલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકા માં રીલાયન્સ ફાઉન્ડેશન ના માર્ગદર્શન માં કાર્યરત બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની ખેડૂતો ના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહી છે જેમાં ખેડૂતોની આવક વધારવી ખેતી માં તકનિકી જ્ઞાન નો વધારો કરવો ઓર્ગેનિક ખેતી જમીન સુધારણા મૂલ્ય વર્ધન ખેતી અને તે માં રોજગારી ની તકો વિકસાવવા સાથે સંગઠન અને જાગૃતી ની કામગીરી મુખ્ય છે 
જે વિવિધ પ્રકાર ની કામગીરીઓ માંથી પ્રેરણા મેળવી વધુ વિકાસ કરવાના સંદર્ભ માં ખેડૂતો ની આવક બમણી થાય અને ખેડૂતો દ્વારા ઉત્પાદિત પાકો નું મૂલ્ય વર્ધન કરવા બાબતે ઘણા સમય થી કરવામાં આવતા પ્રયત્ન નાં અંતે આજે નેબ કિશાન ની લોન ની મદદ થી પ્રોસેસીગ અને પેકેજીંગ પ્લાન્ટ નું ઉદઘાટન માનન્ય શ્રી કલેકર સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું.  આ કાર્યક્રમ ના પ્રાસંગિક ઉદ્બોધન માં કલેકટર સાહેબ દ્વારા બનાસ કંપની ના ડાયરેકટરો ની કામગીરી અને દૂર દૃષ્ટિ ને બિરદાવતા જણાવેલ કે ટુંકા સમય ગાળા માં બનાસ FPO એ કરેલ કામગીરી ખુબજ પ્રશંસાને પાત્ર છે સાંતલપુરનો આ  વિસ્તાર પછાત ગણવામાં આવે છે પણ અહીંયા ના ખેડૂત આગેવાનો ના વિચાર ખૂબ ઉંચા છેએટલે જ આ કાર્ય સફળ બની રહ્યું છે અને આગળ પણ સમીની FPO તથા સાંતલપુર ની ચોરાડ FPO દ્વારા અલગ અલગ પાક માટે ના આવા યુનીટ ઉભા કરી ખેડુતો ની આવક વધારવા પ્રયત્નો કરવામાં આવસે તો આ આખા વિસ્તાર નો વિકાસ થશે એવું સુચન કર્યુ હતું કલેકટર સાહેબ ની વાત ને આગળ વધારતા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ સાહેબે દ્વારા જણાવવામાં આવેલ કે આ વિસ્તાર ના ખેડૂતો ના વિકાસ માટે જીલ્લા વહીવટી તંત્ર હમેશા મદદ માટે તૈયાર રહેશે અને આવાજ વિકાસ ના વિચાર ધરાવતા ખેડૂતો અને ખેડૂત સંગઠનો ને મદદ રૂપી થવા માટે સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ મેળવી અમલીકરણ થકી વધુ પ્રગતિ સકય છે ત્યાર બાદ અધિકારીઓ દ્વારા તીડ નીયંત્રણ માટે સરકાર માંથી મળેલ પંપનો ડેમો કરી ખેડુતો ને તેના ફાયદા અંગે માહિતી આપતા આઈ ખેડૂત પોર્ટલ દ્વારા સરકારીશ્રી ની  ખેતીવાડી માટેની સહાય મેળવવા અંગે ખેડુતો ને માહિતી માર્ગદર્શન આપેલ 


આ પ્રસંગે નાબાર્ડ ના ડી.ડી.એમ.શ્રી વર્મા સાહેબ, જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ,પ્રાન્ત અધિકારી શ્રી ટાંક સાહેબ તથા રીલાયન્સ ફાઉન્ડેશન ના ટીમ લીડર  નિરપતસિહ કિરાર અને રાધનપુર રીલાયન્સ ફાઉન્ડેશન ની ટીમ ઇફ્કો માંથી ભુપેશભાઈ તેમજ બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ચોરાડ પ્રોડ્યુસર કંપની શાંતલપુર તથા સમી વિસ્તાર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની સમી ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા ખેડુત સભાસદો આગેવાનો ની હાજરી મા વૃક્ષારોપણ કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરેલ એવું બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની ના ચેરમેન કરશનજી જાડેજા ની લેખિત યાદી માં જણાવેલ.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ ન્યુઝ 

અહેવાલ - વ્રજલાલ રાજગોર

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain