ખેરાલુ નગરમાં સામાન્ય વરસાદ બાદ તમામ રોડ ઉપર પડ્યા છે નાના-મોટા ખાડા વાહનચાલકો પરેશાન તંત્ર નિદ્રાધિન

ખેરાલુ  નગરમાં સામાન્ય વરસાદ બાદ તમામ રોડ ઉપર પડ્યા છે નાના-મોટા ખાડા વાહનચાલકો પરેશાન તંત્ર નિદ્રાધિન



ખેરાલુ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી નવીન રોડ બનાવાયા નથી અને  જે રોડ  છે તેના ઉપર પડેલા  નાના મોટા ખાડાઓ હાલ વાહનચાલકો સહીત નગરજનો માટે જીવવું હરામ કરી દીધું છે તમામ રોડ ઉપર મસ મોટા ખાડાઓ ને લઇ બાયપાસ જતી બસો  જે હમણાં ખેરાલુ ડેપો માં આવે છે તે પણ બંધ થવાને આરે છે નગરપાલિકાના પ્રમુખ હેમંત શુકલને તો ખેરાલુ નગર ના ખાડા દેખાતા જ નથી અને બધી જગ્યાએ રોડ સારા છે તેવી વાતો કરે છે ત્યારે ચીફ ઓફિસર ઉમા રામીના અને ટીમ પાસે લોકો અપેક્ષા રાખી રહ્યા છે



છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના સત્તાધીશો પાસે નગરજનો ખાડા પૂરવાની માંગ કરી રહ્યા છે પણ ચોમાસુ હોવાનુ કારણ ધરી અને નવા રોડ નહીં બને પણ ખાડા  પુરવા પણ બહાના બનાવાય છે ત્યારે વેરા ભરતી જનતા નાના-મોટા ખાડાઓમાં મેટલ કે અન્ય વ્યવસ્થા પણ નાખી અને લોકો માટે રાહતરૂપ વ્યવસ્થા કરવી જોઈએ જે કરાઇ  નથી નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની સહિત ના સભ્યો ચૂંટણી પ્રચાર મા સુખાકારી ના જે વચનો આપેલા તે ક્યારે પુરા કરશે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.




0/Post a Comment/Comments

Stay Conneted

Domain