જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લીફ્ટમાં એક વ્યક્તિનું મોત
૯ મા માળેથી લીફ્ટ રૂમમાંથી નીચે પટકાતા એક વ્યક્તિનું મોત ૪૫ વર્ષીય દિલીપભાઈ બચુભાઈ પરમાર નામના વ્યક્તિનું મોત મૃતક દિલીપભાઈ છેલ્લા ૧૫ વર્ષથી ઘરેથી નીકળી ગયેલ અને સાધુઓ સાથે એકલવાયું જીવન જીવતા હતા ૧૦ દિવસ ભવનાથ વિસ્તારમાં ચાલતા જતા પડી ગયા હોય તેમને ઈજા થતાં સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા જ્યાં તેમની સારવાર ચાલુ હોય મૃતકના ભત્રીજા વિશાલભાઈ પરમાર તેમજ તેમના સાથી સાધુ જીગાભાઈ હોસ્પીટલમાં તેમની દેખરેખ રાખતાં હતા
વિશાલભાઈ કામ અર્થે અને ટિફિન લેવા બહાર જતાં મૃતકે આ તકનો લાભ લઈ બિમારીથી કંટાળીને આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટનાની તપાસ સુખનાથ ચોક પોલીસ ચોકીના પી.એસ.આઈ. આર.પી. ચુડાસમા ચલાવી રહ્યા છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ
અહેવાલ - વિશાલ રાઠોડ જુનાગઢ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment