રાપર સેવા સેતુ અંતર્ગત બેઠક મળી

રાપર સેવા સેતુ અંતર્ગત બેઠક મળીરાપર આગામી તા. ૨/૮/૨૦૨૧ ના રોજ રાપર નગરપાલિકા મધયે યોજાનારી સેવા સેતુ અંતર્ગત આજે રાપર મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલી રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ ખાતે રાપર ના પ્રોબેશનલ પ્રાંત અધિકારી જય કુમાર રાવલ ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ તાલુકા ઇન્ચાર્જ વિકાસ અધિકારી ડી. જે ચાવડા ચીફ ઓફિસર મૌલિક વૈશ પોલીસ ઈન્સ્પેક્ટર પી. એન. ઝીંઝુવાડીયા નાયબ મામલતદાર મહેશ ઠક્કર ભરત નાથાણી એસ. એસ ચૌધરી આર કે પરમાર આર એમ પંપાળીયા સંજય પરમાર શંકરદાન ગઢવી વસંતભાઈ પરમાર હિતેશ માળી એન. ડી પરમાર  રામજી ભાઈ પરમાર વિગેરે વિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાઆ અંગે પ્રાંત અધિકારી જય કુમાર રાવલ એ જણાવ્યું હતું કે આગામી બીજી ઓગસ્ટ ના રોજ યોજાનાર સેવા સેતુ કાર્યક્રમ મા જુદા જુદા વિભાગો ના જેમ કે સામાન્ય વહીવટ. અન્ન અને નાગરિક પુરવઠા આદિજાતિ આરોગ્ય  પીજીવીસીએલ કૃષિ ગેડુત કલ્યાણ સહિત ના વન વિભાગ પોલીસ આરોગ્ય શિક્ષણ આઇસીડીએસ મહેસુલ બાંધકામ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને આધાર કાર્ડ મા સુધારા વધારા નવા બનાવવા માટે રાશન કાર્ડ જાતિ પ્રમાણપત્ર દિવ્યાંગના પ્રમાણપત્રો વિજ જોડાણ આરોગ્ય. બેંક ને લગતી કામગીરી તેમજ મહેસુલ ને લગતી કામગીરી હાથ ધરવામાં આવશે વધુ મા ચીફ ઓફિસર મૌલિક વૈશ એ જણાવ્યું હતું કે આગામી બીજી એ યોજાનાર સેવા સેતુ માટે નગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ માટે વહીવટી તંત્ર એ કામગીરી માટે તૈયારી પૂર્ણ કરી લીધી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain