રાપર તાલુકાના સુવઈ જેસડા માર્ગ પર ઝાડી દુર કરવા ની કામગીરી શરૂ કરવામાં આવી

રાપર તાલુકાના સુવઈ જેસડા માર્ગ પર ઝાડી દુર કરવા ની કામગીરી શરૂ કરવામાં આવીરાપર ગઈ છ તારીખ ના રોજ સંદેશ અને રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ માં આવેલા અહેવાલ કે રાપર તાલુકાના ત્રંબૌ જેસડા સુવઈ ના નવ કિલો મીટર ના રસ્તા પર વાહન ચાલકો ને વાહન ચલાવવામાં સંભાળવું પડે છે તેનું કારણ એ છે કે રોડ ની બને સાઈડ પર એકદમ ઝાડી વધી ગઈ હતી અવાર નવાર રજુઆતો કરવા છતાં રાપર ની માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી ના હતી તે સંદર્ભે ના સમાચાર પ્રસિદ્ધ થતાં રાજય ના બાંધકામ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આજ વહેલી સવારથી ઝાડી ઝાંખરા સાફ કરવા ની કામગીરી જેસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી આ કામગીરી હાથ ધરવામાં આવતાં વાહન ચાલકો અને સુવઈ જેસડા ના ગામ લોકો મા આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. સમાચાર ની અસરકારક અસર થતાં તાત્કાલિક અસરથી ઝાડી દુર કરવા ની કામગીરી કરવા મા આવી રહી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain