રાપર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી
રાપર આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા વિવિધ સ્થળોએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર શહેરમાં આવેલ પૌરાણિક તીર્થધામ રવિભાણ સંપ્રદાયના દરીયાસ્થાન મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી વરસોથી પરંપરાગત રીતે ચાલી આવતા ગુરૂ પૂર્ણિમા નિમિત્તે રાપર તાલુકા.. અંજાર. વલાડીયા ભુજ મુંબઈ સુરત વડોદરા બનાસકાંઠા પશ્ચિમ કચ્છ સહિત ના વિસ્તારોમાં થી ભાવિકો ઉમટી પડ્યા હતા આજે સવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ ગાદી પૂજન તેમજ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું હાલ ચાલી રહેલા કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી કથા નું આયોજન રદ્દ કરવા મા આવ્યું હતું કથા ના બદલે રામચરિત માનસ ના પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરીયાસ્થાન મંદિર ના સંત ત્રિકાલદાસજી મહારાજ મેનેજીંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુઆણી મુકેશ ઠકકર દિનેશ ચંદે વેલજી ભાઈ લુહાર શૈલેષ ભીંડે ધનસુખ લુહાર લાલજીભાઈ નાથાણી ભોગીલાલ ઠક્કર સહિત એ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા જાળવી હતી આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહા આરતી ધુન રામાયણ ના પાઠ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રાપર ગુરુ પૂર્ણિમા નિમિત્તે દરીયાસ્થાન મંદિર. રાધા કૃષ્ણ મંદિર માનવ ધર્મ પ્રસાર આશ્રમ રવેચી મંદિર મોમાઈ મંદિર ચિત્રોડ ત્રિકમ સાહેબ મંદિર સહિત ના ધાર્મિક સ્થળો એ ઉજવણી કરવામાં આવી હતી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment