રાપર તાલુકા કિડીયાનગર ખાતે ગણેશ મંદિર નો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

રાપર તાલુકા કિડીયાનગર ખાતે ગણેશ મંદિર નો મૂર્તિ  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવરાપર તાલુકાના કિડીયાનગર ગામે આગામી તા ૧૨/૭/૨૦૨૧ અને તા. ૧૩/૭/૨૦૨૧ એમ બે દિવસ સુધી નવ નિર્માણ પામેલા ગજાનંદ ગણપતિ મંદિર નો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત કિડીયાનગર ના ગામલોકો ના આર્થિક સહયોગ થી નિર્માણ પામેલા આ મંદિર ખાતે તારીખ ૧૨ ના શોભાયાત્રા. ધારાવડી ધાર્મિક કાર્યક્રમો અને સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું છે 


તારીખ ૧૩ ના પ્રાણ પ્રતિષ્ઠા હવન હોમ મહાપ્રસાદ તેમજ અન્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે ગણપતિ ની મૂર્તિ તેમજ હનુમાનજી મહારાજ ની મૂર્તિ ના દાતા સમસ્ત કિડીયાનગર ના ગામલોકો તેમજ સમસ્ત પંચ તો મુખ્ય દાતા રાપર તાલુકા પંચાયત ના માજી પ્રમુખ સ્વ. દૂદાભાઈ બેચરાભાઈ પરમાર પરિવાર તેમજ મહાપ્રસાદ ધા દાતા સ્વ બાબુભાઈ ખીમાભાઈ પરમાર પરિવાર ના હરેશ ભાઈ અને પ્રતાપ ભાઈ  પ્રવેશ દ્વાર ભાગર ના દાતા સ્વ ચનુભા કલુભા વાઘેલા પરિવાર રામદેવજી મહારાજ ની મૂર્તિ ના દાતા બાબુભાઈ મેધાભાઈ રાઠોડ અમરાભાઈ મેઘાભાઈ રાઠોડ મુકેશ જેમલભાઈ રાઠોડ સહિત ના અનેક દાતાઓ એ આર્થિક સહયોગ આપ્યો છે કિડીયાનગર ગામે આગામી બે દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે એટલે લોકો મા ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ ધાર્મિક વિધિ હરિભાઈ દેવજી ગરવા દ્વારા કરવામાં આવશે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain