અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં ગરીબ વિદ્યાર્થીઓને નાત- જાત અને ધર્મના ભેદભાવ વિના સ્કૂલ બેગનું વિતરણ કરાયું

તારીખ :-૨૦/૦૭/૨૦૨૧-અમદાવાદ


અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં ગરીબ વિદ્યાર્થીઓને નાત- જાત અને ધર્મના ભેદભાવ વિના સ્કૂલ બેગનું વિતરણ કરાયું



અમદાવાદ ના રાયખડ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થઈ શકે તે હેતુથી ઉમ્મત ફાઉન્ડેશન દ્વારા અવાર નવાર કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.આ અગાઉ ગરીબ બાળકોને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યા બાદ ગતરોજ વિદ્યાર્થીઓને સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. 



વિદ્યાર્થીઓને નાતજાત ધર્મના ભેદભાવ વિના નિઃશુલ્ક સ્કુલ બેગ આપવામાં આવ્યા હતા. ઉમ્મત ફાઉન્ડેશનના આ કાર્યક્રમમાં ટીચી સ્ક્વોડ, પાર્ટનર વીરેન શાહ, મહેનાઝ મુનશી અને શબ્બીરભાઈ ટીંબલીયા સ્પોન્સર તરીકે જોડાયા હતા.



આ પ્રસંગે ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીના પૂર્વ ચેરમેન મહંમદ હુસેન શેખ, ઉમ્મત ફાઉન્ડેશનના ચેરમેન સલીમ મુન્શી, બુરહાનુદ્દીન કાદરી, શિરીનબેન મેમણ,ફરહિન જાફરી, ઇમરાન અરબ,રાહેખૈર ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ યાસ્મીન બેન મન્સુરી,સામાજિક કાર્યકરો ફૈયાઝખાન પઠાણ, જાવેદ સાકીવાલા,સિરાજ શેખ, મોહસીન મનસુરી,શોએબ શેખ,ફરહદ સૈયદ, આસ્મા ચિશ્તી,તિસ્મિયા ચિશ્તી વગેરેએ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં અતિયા કાદરી, મુગીજા કાદરી,ફેમિદા કાદરી, ઝફર કાદરી વગેરેએ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ સંપૂર્ણ જવાબદારી સાથે ભારે જહેમત ઊઠાવી હતી.



રીપબ્લિક ઈન્ડિયા ટુડે  ગ્રુપ અમદાવાદ જીલ્લો બ્યુરોચીફ 
અહેવાલ - દીપકકુમાર ધામેલ
તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain