રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને આવકાર અને વિદાયમાન આપવામાં આવ્યું
રાપર રાપર તાલુકાની શ્રેષ્ઠ શાળા શ્રી માલીસરા પ્રા શાળા ખાતે તાલુકાના પૂર્વ ટીપીઇઓ શ્રી જીવણભાઈ નો વિદાય કાર્યક્ર્મ તથા નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ દેસાઈ સાહેબ નો આવકાર કાર્યક્ર્મ રાપર તાલુકા શિક્ષક સંઘ વતી રાખવામાં આવ્યો હતો.
અત્રે જણાવવાનું કે શ્રી જીવણભાઈ જારિયા એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે 3 વર્ષ ખુબ જ ઉમદા કામગીરી કરેલ છે,તેમને તાલુકાના પ્રાથમિક શિક્ષણ માટે ખુબ જ મહત્વની કામગીરી કરેલ છે તથા પ્રાથમિક શિક્ષકોના વર્ષો જૂના પડતર પ્રશ્નો હાયર ગ્રેડ ની કામગીરી, સર્વિસ બુક ની અપડેટ ની કામગીરી તેમને અંગત રસ લઈને પૂરી કરેલ હતી.
નવા ટીપીઇઓ શ્રી કમલેશભાઈ દેસાઈ સાહેબે પણ તાલુકાના પ્રાથમિક શિક્ષણ માટે તથા શિક્ષકોના બાકી રહેતા પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ રહેવા ની ખાતરી આપી હતી.
આ પ્રસંગે બીઆરસી કો ઓર્ડીનેટર શ્રી કનુ ભાઈ પટેલ તાલુકા શિક્ષક સંઘના સિનિયર સલાહકાર શ્રી સૂર્યશંકર મારાજ,શ્રી અંબાભાઈ મકવાણા,રોહિત ચોધરી, ભરત ભાઈ પરમાર,મહાદેવભાઈ કાગ,મનજીભાઇ ચાવડા,બાબુલાલ મોર,પ્રવિણસિંહ જાડેજા,બાબુલાલ ચોધરી મોંઘી બેન પટેલ,સંગીતાબેન સોલંકી, વિભૂતિ બેન ઠાકર તથા તથા શિક્ષક સંઘના હોદ્દેદારો તથા સીઆરસી મિત્રો અને તમામ ગ્રુપ શાળા ના આચાર્ય મિત્રો તથા શિક્ષક ભાઈ બહેનો એ હાજરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન હીરજી આહીર મેક્સ દ્વારા કરવામાં આવ્યું હતું એવું તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અરજણભાઇ ડાંગર મહામંત્રી શ્રી ગણપત ડાભાણી તથા ખજાનચી શ્રી વિપુલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment