રાપર પી.આઇ ને વિદાયમાન સાથે નવા પી.આઇ ને આવકાર

રાપર પી.આઇ ને વિદાયમાન સાથે નવા પી.આઇ ને આવકારરાપર તાજેતરમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ એ.પી.આઇ અને પી.એસ.આઈ ની આંતરિક બદલી કરી હતી જેમાં રાપર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે પી. એન. ઝીઝુવાડીયા ની લીવ રીઝર્વ માંથી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે બદલી કરવા મા આવી હતી જેમાં રાપર પોલીસ ઈન્સ્પેક્ટર અને સીપીઆઇ એમ એમ જાડેજા ની બદલી ગાંધીધામ એ ડીવીઝન ખાતે પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે બદલી કરવા મા આવી છે તો રાપર સી.પી.આઇ તરીકે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ ઈન્સ્પેક્ટર ડી. એમ. ઝાલા મુકાયા છે 


ત્યારે આજે રાપર પોલીસ મથકે પીઆઇ એમ એમ જાડેજા ની બદલી થતાં વિદાયમાન આપવામાં આવ્યું હતું તો નવા મુકાયેલા પી.આઇ.પી.એન ઝીઝુવાડીયા ને આવકાર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે પીએસઆઇ જે. એચ ગઢવી બાલાસર પીએસઆઇ જી. જી. જાડેજા પી.એસ.આઇ એચ.એમ.પટેલ તેમજ સ્ટાફ દ્વારા વિદાય લેતા પી.આઇ જાડેજા  ને શુભેચ્છા પાઠવી હતી અને નવા આવેલા પીઆઇ ઝીઝુવાડીયા ને આવકાર આપ્યો હતો  નવા આવેલા પીઆઇ ઝીઝુવાડીયા એ રાપર શહેરના ટ્રાફિક સમસ્યા તેમજ નડતર રૂપ વાહનો સામે પગલાં લેવા ની ખાતરી આપી હતી અને રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુચારુ પ્રયાસ કરી લોકોને રાહત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે એમ જણાવ્યું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain