રાપર તાલુકા ના પ્રાંથળ વિસ્તારની સમસ્યા અંગે લોકો ની રજૂઆત

રાપર તાલુકા ના પ્રાંથળ વિસ્તારની સમસ્યા અંગે લોકો ની રજૂઆત રાપર આજ રોજ ફતેહગઢ જિલ્લા પંચાયત સીટ નીચે આવતા શક્તિ કેન્દ્રોનો ની મુલાકાત રાપર  ના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા  કરછ જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ વણવી સોલંકી તાલુકા પંચાયત ના પ્રમુખ હમીરજી સોઢા તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા  જિલ્લા પંચાયત ના પૂર્વ સભ્ય  રાજભાઇ  બારી મધાભાઈ પટેલ સાજનભાઈ રબારી ફતેહગઢ ગામના સરપંચ ભીમાભાઈ પરમાર બેલા તાલુકા પંચાયત ના સભ્ય  ગેલાભાઈ  બગઙા  ભુપતસિહ  વાઘેલા  તમાસીભાઈ  બારી  વજવાણી સરપંચ નરસંઞભાઈ પટેલ  લગઘીરભાઈ રબારી  સામતભાઈ પરમાર  રાપર તાલુકા ભાજપ ના મહામંત્રી રામજી ભાઈ ચાવડા જીલ્લા પંચાયત તાલુકા પંચાયત ના સદસ્યો અને આજુબાજુના ગામના સરપંચ તેમજ  ગામો ના  આગેવાનો ગામજનો એ પાણી ની સમસ્યાઓ વિજ પ્રશ્ર્નો નર્મદા પેટા કેનાલ તેમજ રસ્તા આરોગ્ય વિભાગ સહિત ના પ્રશ્નનો ની રજુઆતો કરી હતી અને બોહોળી  સંખ્યામાં લોકો જોડાયા હતા આમ આજે રાપર તાલુકા ના પ્રાંથળ વિસ્તારમાં માજી ધારાસભ્ય પંકજ મહેતા ની સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેમાં વણ ઉકેલ્યા પ્રશ્ર્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી જે અંગે માજી ધારાસભ્ય પંકજ મહેતા એ જે તે વિભાગના અધિકારીઓ ને આ પ્રશ્ર્નો ઉકેલવા માટે ધટતું કરવા ની ખાતરી આપી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain