રાપર ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ના લોક દરબારમાં પાણી મુદ્દે ઉગ્ર રજૂઆત
આજે રાપર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ના લોક દરબાર નુ આયોજન કરવામાં આવ્યું હતું રાપર આવ્યા તે પહેલાં ભચાઉ તાલુકાના કંથકોટ ખાતે નિર્માણ પામી રહેલા પાણી ના ટાંકા નુ નિરિક્ષણ કર્યું હતું ત્યારબાદ ખારોઈ ત્રંબો સુવઈ રાપર ના ચાલી રહેલા પાણીની પાઈપ લાઈન નું નિરિક્ષણ કરી રાપર માનવ ધર્મ પ્રસાર આશ્રમ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ના લોક દરબારમાં ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓ માજી ધારાસભ્ય પંકજ મહેતા અરજણ રબારી મામલતદાર એચ જી પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા ડોલર ભાઈ રાજગોર હઠુભા સોઢા ભીખુભા સોઢા નિલેશ માલી પ્રદિપસિંહ સોઢા રામજી ભાઈ ચાવડા નાનજીભાઈ ઠાકોર મુળજીભાઈ પરમાર વાલજી પટેલ કમલસિંહ સોઢા ગિરીરાજ સિંહ વાધેલા ભીખાભાઈ ગોહિલ નવધણ કાટ દિનેશ સોલંકી રામજી સોલંકી માયાભાઈ ધેડા મેમાભાઈ ચૌહાણ રમેશ ભાઈ ખોડ સામત ભાઈ ખોડ તુલસી ભાઈ ઠાકોર કરશનભાઈ મંજેરી મોહન બારડ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી
તો પાણી અંગે તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા રામજી સોલંકી નશાભાઈ દૈયા રમેશ ભાઈ દાદલ કરશનભાઈ પટેલ સહિત ના આગેવાનો એ રજૂઆત કરી હતીરાપર ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સમક્ષ પાણી ના પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત થતાં પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ નો ઉધડો લીધોપાણી ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરી ચેતવણી આપીરાપર તાલુકા ના જુદા જુદા વિસ્તારોમાં પાણીના પ્રશ્નો અંગે ૫૫ ચર્ચા કરવા મા આવી હતીસુવઈ અને ફતેહગઢ ડેમ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં ઉપયોગ લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી ચિત્રોડ થઈ પલાંસવા આડેસર ભીમાસર પ્રાગપર સુધી પાઈપ લાઈન દ્વારા પાણી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી
આજે યોજાયેલ પાણી સમસ્યા ના લોક દરબારમાં રાપર તાલુકાના ભાજપના જિલ્લા પંચાયત ના સદસ્યો તાલુકા પંચાયત ના સદસ્યો અને સરપંચો તેમજ ભાજપના સંગઠનો ના હોદેદારો એ રજુઆત કરી હતી મંત્રી એ પાણીની સમસ્યા વાગડ પંથકમાં ઉભી થઈ છે તે હલ કરવા માટે તંત્ર ને સુચના આપી હતી અને તાત્કાલિક અસરથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે સુચના આપી હતીવાગડ વિસ્તારમાં અને કચ્છમાં પાણીની ચોરી પાઈપ લાઈન દ્વારા કરવામાં આવે છે તો પાણી ચોરી કરનાર શખ્સ સામે વોટર સપ્લાય એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે
પ્રાંથણ વિસ્તારમાં પાણી ની રજૂઆત તાલુકા પંચાયત સદસ્ય બકુલ ભાઈ ઠાકોર રાપર તાલુકા ભાજપ મહામંત્રી રામજી ચાવડા રાજુભા જાડેજા વિગેરે એ રજૂઆત કરી હતીપાણી અંગે તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા રામજી સોલંકી નશાભાઈ દૈયા રમેશ ભાઈ દાદલ કરશનભાઈ પટેલ સહિત ના આગેવાનો એ રજૂઆત કરી હતી આમ આજે રાપર તાલુકા ના ૯૭ ગામો ૨૨૭ વાંઢ વિસ્તારમાંથી પાણીની સમસ્યા અંગે ભારે રજૂઆત થઇ હતી કરમ ની કઠણાઈ તો એ છે કે તાલુકા ના ૩૯ ગામો ના પાદર મા થી કચ્છ બ્રાન્ચ કેનાલ ની નર્મદા કેનાલ વહી રહી છે છતાં રાપર શહેર મા દર ત્રણ દિવસે તો ગામડામાં મહિના મા એક વખત પાણી મળે છે અવારનવાર પાણી પુરવઠા બોર્ડ મા રજૂઆત કરવામાં આવે છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી
રાપર તાલુકાના અનેક ગામોમાં પાણી પુરવઠા બોર્ડ ની લાઈન મા પાણી ચોરી કરી ખેતી કરવા મા આવી રહી છે તો અનેક હોટલો અને ઔદ્યોગિક એકમો પાણી ચોરી કરી રહ્યા છે અગાઉ પણ એક વરસ પહેલાં રાપર તાલુકા મા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા એ પાણીની સમસ્યા અંગે લોક દરબાર યોજાયો હતો ત્યારે પાણીની સમસ્યા અમુક ગામોમાં હતી પરંતુ એક વર્ષ મા પાણીની સમસ્યા હલ થવા ના બદલે વધી ગઈ છે આ બાબતે મંત્રી એ યાદ રાખવું જોઈએ આજે યોજાયેલ આ કાર્યક્રમમાં સંચાલન રામજી ભાઈ ચાવડા એ કર્યું હતું જ્યારે આભાર વિધિ નિલેશ માલી એ કરી હતી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment