ખેરાલુની ત્રણ હાઈસ્કૂલમાં રવિવારે પણ ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી

ખેરાલુની ત્રણ હાઈસ્કૂલમાં રવિવારે પણ ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી



ખેરાલુ કોલેજ કેમ્પસમાં પરિક્ષા થીઓ માસ્ક વગર દેખાયાં


ખેરાલુની મ્યુનિસિપલ હાઈસ્કૂલ ની  બે બિલ્ડિંગ અને દિ બા ગર્લ્સ હાઇસ્કુલ ની એક બિલ્ડીંગ સહિત ખેરાલુ કોલેજ કેમ્પસમાં આવેલ મેનાબા પટેલ જે જે પટેલ  હાઈસ્કૂલમાં પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જોકે ધોરણ 10 ના રીપીટર વિદ્યાર્થીઓની શરૂ થયેલ પરિક્ષા તારીખ ૧૫/૭ થી 27/7 સુધી અલગ અલગ દિવસે વિદ્યાર્થીઓને અલગ અલગ વિષય ઉપર પેપર લખવાના હોય છે આજે રવિવારે અંગ્રેજી વિષયની ખેરાલુની મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં બે બિલ્ડિંગ માં  340 જેટલા વિદ્યાર્થીઓ પૈકી ૩૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે દીબા ગલ્સ સ્કૂલમાં પણ 218 પૈકી 22 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.



જ્યારે ખેરાલુ કોલેજ ના બે બ્લોક માં આજે 40 વિદ્યાર્થીઓ પૈકી ૬ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને ૩૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા માં ભાગ લીધો હતો સમગ્ર પરીક્ષા બિલ્ડિંગોમાં ખેરાલુ પીઆઇ સી બી ગામીત દેખરેખ હેઠળ ત્રણેય જગ્યા એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ખેરાલુ કોલેજ માં આવેલ મેનાબા પટેલ જી જે પટેલ હાઇસ્કુલ માં આજે વિદ્યાર્થીઓ માસક વગર પરીક્ષા આપતા જોવા મળ્યા હતા જ્યારે મ્યુનિસિપલ હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ શોશીયલ ડીસટનસ અને માસ્ક પહેરીને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain