રાપર નજીક એસ.ટી અને પિકઅપ વચ્ચે અકસ્માત મા એક નું મોત વીસ જેટલા લોકો ઘાયલ

રાપર નજીક એસ.ટી અને પિકઅપ વચ્ચે અકસ્માત મા એક નું મોત વીસ જેટલા લોકો ઘાયલ


રાપર આજે સવારે સાડા દશ ની આસપાસ રાપર ચિત્રોડ રોડ પર નિલપર બાદરગઢ ગોળાઈ નજીક ભુજ રાપર રુટ ની ભચાઉ ડેપો ની એસ.ટી બસ અને રાપર થી ચિત્રોડ તરફ જઈ રહેલી બોલરો પિકઅપ વચ્ચે અકસ્માત થતાં જીપ ચાલક નું ધટના સ્થળ પર મોત થયું હતું અકસ્માત મા જીપ મા સવાર લોકો માતાજી એ દર્શન કરવા માટે જઇ રહ્યા હતા ત્યારે વળાંક પાસે એસ.ટી અને પિકઅપ વચ્ચે જીવલેણ અકસ્માત થયો હતો ત્યારે એસ.ટી બસ અને જીપ મા સવાર લોકો ની કિકિયારી થી વાતાવરણ ગાજી ઉઠયું હતું અકસ્માત મા ધાયલ વીસ થી વધુ લોકો સારવાર માટે રાપર સીએચસી ખાતે ૧૦૮ દ્વારા દાખલ કરવામાં આવ્યા હતા ચાર ૧૦૮ દ્વારા લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડો. પ્રકાશ કારીયા એ સારવાર અઆપી હતી વધુ ધાયલ લોકો ને ભચાઉ અને ગાંધીધામ ખસેડવામાં આવ્યા હતા અકસ્માત થી જાણ થતાં રાપર પીઆઇ એમ એમ જાડેજા પીએસઆઇ જી. જી. જાડેજા ધટના સ્થળ ઉપર દોડી ગયા હતા.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain