નમૅદા કેનાલમાંથી પાણી લેવા જતા પગ લપસતા પૌત્રનું મોત-બચાવવા જનાર દાદાનું પણ મોત

ડભોઇ તાલુકાના ભીમપુરા ગામમાં બનેલો ગમગીન બનાવ 


" નમૅદા કેનાલમાંથી પાણી લેવા જતા પગ લપસતા  પૌત્રનું મોત-બચાવવા જનાર દાદાનું પણ મોત "ડભોઇ તાલુકાના ભીમપુર ગામમાં આજરોજ ગોઝારો બનાવ બનવા પામ્યો હતો .જેમાં ભીમપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી લેવા ઉતરનાર પૌત્રનો પગ લપસી જતા કેનાલમાં પડી ડૂબવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈને તેને બચાવવા માટે દાદાએ કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જેના પરિણામે દાદા અને પૌત્ર નું મોત થયું હતું.જેથી ભીમપુરા ગામમાં અને તેઓના સમગ્ર પરિવારમાં દુઃખનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

           


ડભોઇ તાલુકાના ભીમપુરા ગામમાં રહી  ખેતી કરી પોતાનો જીવનનિર્વાહ કરનાર જયદેવભાઈ ત્રિભુવનભાઈ પાટણવાડીયાએ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવેલી હકીકત મુજબ જયદેવ ભાઈના દિકરા હરેશભાઇ જયદેવભાઈ પાટણવાડિયા તેમજ તેઓના પિતા ત્રિભોવનભાઈ પાટણવાડીયા જેઓ બંને સાથે તેઓના ખેતરમાં દવા છાંટવા માટે ગયા હતા. જેમાં પાણીની જરૂરિયાત પડતા ભીમપુરા અને લાભપુરા વચ્ચે આવેલી નર્મદાની કેનાલમાં પાણી લેવા માટે હરેશભાઈ કેનલમાં ઉતર્યા હતા જે દરમિયાન હરેશભાઈનો પગ લપસી જતાં તેઓ કેનાલના ઊંડા પાણીમાં પડી ડૂબવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર હરેશભાઈના દાદા ત્રિભોવનભાઈ ક્ષણનો પણ વિચાર કર્યા વગર કેનાલમાં ડૂબતા પૌત્રને બચાવવા માટે કેનલમાં કૂદી પડયા હતા.આમ દાદા અને પૌત્ર કેનાલમાં ડૂબવા લાગતા આસપાસ હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી 


જેથી નજીકમાંથી ગામલોકો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. અને ભારે જહેમત બાદ દાદા અને પૌત્ર અને કેનાલ માંથી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ડભોઇ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ આ બંને દાદા અને પૌત્ર અને મૃત જાહેર કર્યા હતા આમ એક જ પરિવારના પૌત્ર અને દાદાના  મૃત્યુના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડયું હતું તેમજ સગાવહાલાઓમાં અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી આગળની કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. તેમજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain