ડભોઈ નજીકના સીંધીયા પુરા ગામે ડભોઇ પોલીસના જવાનોએ રેડ કરતા "ચાર ઈસમો જુગાર રમતા ઝડપાયા

ડભોઈ નજીકના સીંધીયા પુરા ગામે ડભોઇ પોલીસના જવાનોએ રેડ કરતા "ચાર ઈસમો જુગાર  રમતા ઝડપાયા- રૂપિયા ૧૪,૪૧૦/- નો મુદ્દામાલ કબ્જે લેવાયો"વડોદરા જિલ્લામાં  જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ મહા નિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, પોલીસ અધિક્ષક સુધીરકુમાર દેસાઈ, વડોદરા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક કે.વી. સોલંકીનાઓએ સુચના આપેલ જે સુચના અને માર્ગદર્શનને આધારે આજરોજ ડભોઇ પોલીસ ઇસ્પેક્ટર જે.એમ વાઘેલાને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે સીંધીયાપુરા ગામે કેટલાક ઇસમોએ ભેગા મળી જુગાર રમે છે અને તે બાતમી હકીકત વાળી જગ્યાએ સીંધીયા પુરા ગામે ઈસ્માઈલભાઈ હસનભાઈ સિંધી ના મકાનની પાછળ આવેલ વાડા માં લાઇટના અજવાળે કેટલાક ઇસમો હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકતના આધારે ડભોઇ પોલીસ સ્ટાફના જવાનો એ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સદર જગ્યા ઉપરથી ચારેય ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. 


જેમાં (૧). દસ્તગીરભાઈ કાલુભાઈ મિર્ઝા ઉ.૬૯, બેગવાળા તા. ડભોઇ, જી.વડોદરા,(૨). હુસેનભાઇ મહમદભાઇ સિંધી ઉ.૪૦ , દરગાહવાળું ફળિયું, સિંધિયા પુરા, તા. ડભોઇ,જી.વડોદરા,(૩). અકબરભાઈ ઉમરભાઈ સિંધી ઉ.વ.૪૯, સિંધિયાપુરા,તા.ડભોઈ, જિ.વડોદરા,(૪). સાજીદ હુસેન ઇબ્રાહીમભાઇ વાણીયાવાલા ઉ.વ.૫૦,રહે. મહુડીભાગોળ,શરબતકુવા,તા.ડભોઈ,જી.વડોદરાઆ સદર તમામ ઈસમોની અંગજડતી કરતા તેઓ પાસેથી રોકડા રૂપિયા ૯,૯૮૦ તથા દાવ ઉપરના રૂપિયા ૪,૪૩૦ તથા પત્તાપાના નંબર ૫૨ મળી કુલ રૂપિયા ૧૪,૪૧૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને તેઓની વિરોધમાં જુગારધારાની કલમ ૧૨,ઈ.પી.કો.કલમ(૨૬૯), તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧(બી ) મુજબ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે  તેમજ સદર આ ચારેય ઈસમોની ધરપકડ કરી આગળની કડક તપાસ-કાયૅવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરેલ છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain