આવેદન અને અહેવાલથી તંત્રની ઊંઘ ઉડાડતા સામાજિક કાર્યકર દેશૂરભાઈ ધમાં અને ગૌભક્તની ટીમ

આવેદન અને અહેવાલથી તંત્રની ઊંઘ ઉડાડતા સામાજિક કાર્યકર  દેશૂરભાઈ ધમાં અને ગૌભક્તની ટીમ 


સલાયામાં ગૌ સેવકોની માંગણી બાદ પીજીવીસીએલ આવ્યું હરકતમાં.

  

 થોડા દિવસો પહેલા આ વર્ષનો પહેલો વરસાદ પડ્યો હતો અને પહેલા જ વરસાદમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીમાં ઠાગા ઠયા જોવા મળ્યા હતા.  સલાયા ના પરોડિયા રોડ પર  ચાવડી સ્કૂલ પાસે ગત વરસાદમાં જીવંત  વીજ વાયર તૂટતા ગાયો તેમજ નંદી અને એક કુતરા એમ ચાર જેટલાં અબોલ જીવ મૃત્યુ પામ્યા હતા તેથી ગૌભક્તોમાં રોષ ની  લાગણી ભભૂકી હતી અને ગૌભક્ત તેમજ સામાજિક કાર્યકર દેશૂરભાઈ ધમાની આગેવાનીમાં  આવેદન અપાયું હતું 


તેમજ રજુઆત કરવામા આવી હતી અને અહેવાલ પણ રજૂ કરાયો હતો અને એ અહેવાલના પડઘા તંત્રના કાન સુધી પડતા સળગતા આવેદનને લઈ તંત્ર જાગ્યું છે અને અત્યારે સલાયા ગ્રામ્યમાં બે દિવસ વીજ પુરવઠો બંધ કરી તાત્કાલિક ધોરણે જ્યાં જરૂર હોય ત્યાં નવા પોલ તેમજ દરેક વીજ વાયરો નવા નાખવાની કવાયત હાથ ધરાઈ છે અને બંદર રોડ પર એક તાત્કાલિક ધોરણે એક સપ્ટેશન (TC) પણ નાખી દેવામાં આવ્યું છે. 


ત્યારે સવાલ એ થાય છે કે શું દર વખતે કોઈ ને કોઈ આવી અને રજુઆત કરે અને આવેદન આપે તો જ કાર્યને ઝડપી બનાવવાનું ? અધિકારીઓની પોતાની કોઈ આગવી જવાબદારી જ હોતી નથી? કે પછી સરકારની જો હુકમીથી અધિકારીઓ એ આંખ આડે કાન કરવા પડે છે? આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે પરંતુ જોવાનું  રહ્યું કે ક્યારે આ પ્રશ્નોનો જવાબ મળશે. અહેવાલ - દેશૂરભાઈ ધમાં


રીપબ્લિક ઈન્ડિયા ટુડે તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain