"ચાંદોદ પોલીસ સ્ટેશન ખાતે જી.આર.ડી જવાનો માટે ફ્રી મેડીકલ ચેક -અપ કેમ્પ યોજાયો "

 "ચાંદોદ પોલીસ સ્ટેશન ખાતે જી.આર.ડી જવાનો માટે ફ્રી મેડીકલ ચેક -અપ કેમ્પ યોજાયો "


                   

હાલમાં ચલતી કોરોનાવાયરસની મહામારીના સમયે  ખડે પગે સતત, પોતાના જીવના જોખમે અને પરિવારની પરવા કર્યા વગર નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી રહ્યા છે તેવા જી.આર.ડી ના જવાનો માટે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસ ચોકી ખાતે યોજવામાં આવ્યો હતો.

                   

જેમાં સૌપ્રથમ દિપ પ્રાગટ્ય કરી જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક દ્વારા આ મેડિકલ કેમ્પનો શુભારંભ કરાયો હતો. ચાંદોદ જી.આર.ડી યુનિટમાં  ૧૮૦ જેટલા જવાનો ફરજ બજાવે  છે. જેમાં થી આજરોજ  ૧૦૦ ઉપરાંત જી.આર.ડી જવાનોનું ફ્રી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું . જેમાં  બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બી.પી, ઓક્સિજન લેવલ વગેરે જેવી બાબત અને અન્ય બીમારીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઈ પણ જવાનના મેડિકલ ચેકઅપ દરમ્યાન કોઈપણ રોગ જણાય તો તેનું તાત્કાલિક નિદાન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ ચેકઅપમાં દરેક જવાનોએ  ઉત્સાહપૂર્વક તેમનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. આ ઉપરાંત બાકી રહેલા જી.આર.ડીના જવાનો માટે આવતીકાલે પણ આ જ રીતે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.              


આ પ્રસંગે જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક,તાલુકા માનદઅધિકારી એચ.આર.મન્સૂરી (કાલુભાઈ)  ,શૈલેષ ભટ્ટ તેમજ ચાંદોદ આરોગ્ય વિભાગનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને સમગ્ર કામગીરી સફળતાપૂર્વક કરી હતી.


(તસ્વીર-નિમેષ સોની ડભોઇ:-ડભોઇ તાલુકાના ચાંદોદ ખાતે જી.આર.ડી જવાનો માટે યોજાયેલ ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પમાં ચેકઅપ કરાવતા જી્.આર.ડી ના જવાનો તસવીરમાં નજરે પડે છે)


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain