ભુજ આર.ટી.ઓ. સર્કલથી થયેલ મો.સા.ચોરીના વણશોધાયેલ ગુન્હાને શોધી આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન GUJARAT POLICE પ્રેસનોટ તા - ૦૩/૦૬/૨૦૨૧


ભુજ આર.ટી.ઓ. સર્કલથી થયેલ મો.સા.ચોરીના વણશોધાયેલ ગુન્હાને શોધી આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ 



પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોવલીયા સાહેબ , બોર્ડર રેંજ , ભુજ તથા શ્રી સૌરભસિંઘ સાહેબ , પોલીસ અધિક્ષક , પશ્ચિમ કચ્છ, ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ પો.સ્ટ ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ . જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટના પો.ઇન્સશ્રી આર.ડી.ગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં -૫૧૩ / ૨૧ ઇ.પી.કો.ક .૩૭૯ મુજબનો ગુન્હો તા .૦૯ / ૦૪ ૨૦૨૧ ના ક . ૧૫:૦૦ વાગ્યે જાહેર થયેલ જે ગુના કામે આ કામેના ફરીયાદી પટેલ ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોઇ અને તા -૦૧ / ૦૪ / ૨૦૨૧ નાં સાંજનાં ચાર વાગ્યે પટેલ ટ્રાવેલ્સની ઓફિસના પાર્કીંગમાં પોતાના કબ્બાનુ મો.સા જેનાં રજી નં - જીજે - ૧૨ - એ - જી -૨૨૭૪ વાળી પાર્ક કરી પટેલ ટ્રાવેલ્સની બસ લઇને સુરત ગયેલ અને તા ૦૮/૦૪/૨૦૨૧ નાં સવારનાં આશરે ૦૬/૩૦ પરત આવતા સદર મો.સા.પાર્કીગમાંથી કોઇ ચોર ઇસમ ચોરી ગયેલ હોઇએ ગુન્હાકામે હ્યુમન રીસોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ નો ઉપયોગ કરી સદરહુ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવા સારુ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.


તે દરમ્યાન એ.એસ.આઇ પંકજકુમાર.આર.કુશવાહા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલકે ચોરીમાં ગયેલ મો.સા.જેવુ મો.સા.એક ઇસમ આગળ પાછળના ભાગે નંબર પ્લેટ લગાવ્યા વગર દિનદયાલનગર વિસ્તારમાં ફરે છે તેવી બાતમી હકિકત મળતા મજકુર ઇસમને બાઇક સાથે રાઉન્ડપ કરી સદર બાઇકના એજીન ચેસીસ નંબર વેરીફાય કરતા સદર મો.સા. ચોરીનું જણાઇ આવેલ જેથી મજકુર ને પો.સ્ટે.લાવી યુક્તિ - પ્રયુક્તિથી પુછપરછ કરતા સદર મો.સા.ની ચોરી કર્યાની કબુલાત આપતો હોઇ જેથી મજકુર ઇસમને નામદાર કોર્ટની ગાઇડલાઇન મુજબ કોવિડ -૧૯ સારૂ મોકલાવી આપતા મજકુરનો કોવિડ ૧૯ નો રીપોર્ટ નેગેટીવ આવ આજરોજ ૬.૧૯ : ૦૦ વાગ્યે અટક કરેલ છે . અને આગળની તપાસ પો.સબ ઇન્સશ્રી એમ.આર.મહેશ્વરી નાઓ ચલાવી રહેલ છે.


પકડાયેલ આરોપીના નામ , સરનામું : (૧) અભીલાખ અંગદસિંહ શીકવાર ઉ.વ .૩૪ હાલે રહે , પ્રાથમિકશાળાની પાછળ દીનદયાલનગર ભુજ , મુળ રહે , ગામ બળોલી તા , જી , મુરેના મધ્યપ્રદેશ રીકવર કરેલ મુદ્દામાલ :- એક સ્પલેન્ડર મો.સા. જેનાં ચેસીસ નં -૮૫ ci૬FD૬૩૫૫ તથા એજીન નં ૦૫: ૧૫E૬૪૮૪કિં.રૂ.આશરે -૧૦,૦૦૦ / કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી : ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સશ્રી આર.ડી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.એમ.આર.મહેશ્વરી તથા એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહા તથા પો.કોન્સ નીલેશ રાડા તથા શક્તિસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ , મહિપાલસિંહ ગોહિલ , તથા પુથ્વિરાજસિંહ જાડેજા , તથા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ .

0/Post a Comment/Comments

Stay Conneted

Domain