સતલાસણા પંથકમાં લોકોને કોરોના મૂક્ત બનાવવા ડૉક્ટરો દ્વારા આયુર્વેદિક ઉપચાર કરાયો
કોરોનાની મહામારીમાં પ્રજાજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવાના હેતુસર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ , આયુષની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત મહેસાણાના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સતલાસણા, સરકારી આયુર્વેદિક દવાખાનું ચાડા, સરકારી હોમિયોપેથીક દવાખાનું મલેકપુર(વડ) તથા સરકારી આયુર્વેદિક દવાખાનું વડનગર ના સંયુક્ત ઉપક્રમે સતલાસણા તાલુકાના કુલ ૧૩ ગામમાં આર્સેનિક આલ્બમ હોમીયોપેથીક દવા , ૬ ગામમાં આયુર્વેદિક ઉકાળા , ૫ ગામમાં સંશમની વટી આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું,
તથા તમામ સરકારી વિભાગના સ્ટાફને આર્સેનિક આલ્બમ દવા ફાળવવામાં આવેલી અને બાકી રહેલા ગામોમાં વિતરણની કામગીરી નજીકના સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ સમગ્ર કામગીરી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડૉ. અમનભાઈ પટેલ, હોમિયોપેથીક મેડિકલ અધિકારી શ્રી ડૉ ભુપેન્દ્રભાઈ પટેલ, આયુર્વેદિક મેડિકલ અધિકારી શ્રી ડૉ દિપક પટેલ, જિલ્લા સંયોજક શ્રી વિશાલભાઈ ગજ્જર, તાલુકા સંયોજક શ્રી ચંદ્રપાલ રમેશભાઈ વાળંદ, તથા કુલદીપસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment